ભારત સામેની બીજી ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝે ૧૩ સભ્યોની ટીમ જાહેર કરી

430

વેસ્ટ ઇન્ડીઝના પસંદગીકારોએ જમૈકા ખાતે ભારત વિરુદ્ધની બીજી ટેસ્ટ મેચ માટે ૧૩ સભ્યોની ટીમમાં ઓલરાઉન્ડર કીમો પોલનો સમાવેશ કર્યો છે. પગની ઘૂંટીમાં ઈજાને કારણે પોલ પ્રથમ ટેસ્ટમાં રમ્યો ન હતો. તેની ટીમ ભારત સામે ૩૧૮ રનના જંગી અંતરથી હારી હતી. પોલ ફિટ થઇ ગયો હોવાથી તેને ઝડપી બોલર મિગલ કમિન્સની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. તે સિવાય વિન્ડીઝના સ્ક્વોડમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કમિન્સને પ્રથમ ટેસ્ટમાં એક પણ વિકેટ મળી ન હતી. તેણે બંને ઇનિંગ્સમાં ૨૦ ઓવર નાખીને ૬૯ રન આપ્યા હતા. પ્રથમ પસંદગીના વિકેટકીપર શેન ડોરીચ હજી સંપૂર્ણ સ્વસ્થ ન થયો હોવાથી, શાઈ હોપ વિકેટ કીપરની ભૂમિકા જાળવી રાખે તેવી સંભાવના છે. પસંદગીકારોએ ૧૩ સભ્યોની ટીમમાં બેક-અપ ’કીપર જાહમર હેમિલ્ટનનો સમાવેશ કર્યો છે. આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે અને વેસ્ટ ઇન્ડીઝને ૩૦ ઓગસ્ટથી શરૂ થનારી બીજી અને અંતિમ ટેસ્ટમાં ડ્રો અથવા જીત દ્વારા પ્રથમ પોઇન્ટ મેળવવાની તક આપે છે. ભારતે પોતાનું ખાતું ખોલી નાખ્યું છે અને એન્ટિગુઆમાં જીત બાદ તેના ૬૦ પોઇન્ટ્‌સ છે.બીજી ટેસ્ટ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાંઃ જેસન હોલ્ડર (સી), ક્રેગ બ્રથવેટ, ડેરેન બ્રાવો, શામરહ બ્રુક્સ, જ્હોન કેમ્પબેલ, રોસ્ટન ચેઝ, રાહકીમ કોર્નવોલ, જાહમર હેમિલ્ટન, શિમરોન હેટિ્‌મઅર, શાઈ હોપ, શેનોન ગેબ્રિયલ, કીમો પોલ, કેમર રોચ

Previous articleપેરા બેડમિંગ્ટનમાં ભારતની માનસી વર્લ્ડ ચેમ્પિયન બની, પીએમએ પાઠવી શુભેચ્છા
Next articleઉથલપાથલ વચ્ચે શેરબજાર ફરી એકવાર મંદીમાં ગરકાવ