અમિત શાહ આજે સાયન્સ સિટીમાં ઓક્સિજન પાર્ક માટે ૧૦૮ રોપા વાવશે

555

ગૃહમંત્રી અમિત શાહ આજે સોલા સાયન્સ સિટી રોડ પર મ્યુનિ.પ્લોટમાં ૧૦૮ રોપા લગાવી ‘મિશન મિલિયન ટ્રીઝ’ પ્રોજેક્ટનું સમાપન કરશે. જે પ્લોટમાં તેઓ ૧૦૮ રોપા લગાવશે તે મેદાનમાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવશે. આ પાર્કની સારસંભાળ સ્થાનિક નાગરિકો કરશે.

શહેરને હરિયાળું બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ‘મિશન મિલિયન ટ્રીઝ’ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ૬ જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન દસ લાખ વૃક્ષ લગાવવાનો લક્ષ્યાંક અધિકારીઓને આપવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે આજે ‘મિશન મિલિયન ટ્રીઝ’નું સમાપન કરવામાં આવશે. સોલા સાયન્સ સિટી વિસ્તારમાં વર્ટીસ ફ્લેટની બાજુમાં આવેલ મ્યુનિ.પ્લોટમાં અમિત શાહ ૧૦૮ રોપા લગાવી પ્રોજેક્ટ સમાપન કરશે. આ પ્લોટને ઓક્સિજન પાર્ક તરીકે વિકસાવશે. શહેરમાં ૧૦૧ ઓક્સિજન પાર્ક છે. સોલાના જૂના તળાવને પણ ડેવલપ કરવામાં આવશે. સાયન્સ સિટી વિસ્તારની સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીઓને પણ વૃક્ષારોપણ માટે આમંત્રણ આપવામાં આવ્યા છે.

શહેરમાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. તેથી પ્રદૂષણ માત્રામાં ઘટાડો થાય અને નાગરિકોને શુદ્ધ હવા મળી રહે તે માટે ૧૦૧ પ્લોટમાં ‘ઓક્સિજન પાર્ક’ વિકસાવવામાં આવી રહ્યાં છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન પાર્કમાં ૬૨૭૯૭ મોટા વૃક્ષ અને ૫૨૮૦ નાના ફૂલ-છોડ લગાવવામાં આવ્યા છે. ગાર્ડન વિભાગ જે સ્થળે પ્રદૂષણની માત્રા વધુ હોય તેવા સ્થળો પર ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવ્યા છે.

શહેરનાં વિવિધ ઈન્ડ.એસ્ટેટ તથા મનપાના એસટીપી પ્લાન્ટ અને વોટર ડી. સેન્ટરોની ખુલ્લી જગ્યામાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યાં છે.

Previous articleગુજરાતમાં અતિભારે વરસાદ : ઘણા વિસ્તાર જળબંબાકાર
Next articleખ્યાતનામ તબીબો ભાજપમાં જોડાયાં