હાથબનાં વાડી વિસ્તારમાં શેઢા તકરારમાં થયેલી હત્યાનાં આરોપીને આજીવન કેદ

1341

ચારેક વર્ષ પૂર્વે ભાવનગર નજીકના હાથબ ગામે વાડી પાસે સેઢાની વાડ બાંધવા બાબતે સેઢા પાડોશીઓ વચ્ચે થયેલા લડાઈ ઝઘડામાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. આ બનાવની વરતેજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી સામે હત્યા સહિતનો ગુનો નોંધીયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ  એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઈ આરોપીઓ સામે હત્યાનો ગુનો સાબીત માની આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૧૨-૮નાં રોજ સવારના ૯-૩૦ ના સુમારે લાસુબેન ભુથાભાઈ ધાપા તથા તેમના ત્રણેય દિકરા અને દિકરાની વહુ ઘરે હાજર હતા તે વેળાએ બાદી સીમ વિસ્તાર હાથબ ગામે તેઓની વાડીના સેઢે બાજુની વાડી વાળા અશોક કબાભાઈ કામ્બડ સેઢાની વાડ કાપી વાડ બનાવતા હોય જેથી ભુથાભાઈ ધાપાએ તેમને વાડ કાપવા અને સેઢે વાડ નહી બનાવવા કહેતા લાસુબેન પોતાના ઘર પાસે ઉભા રહીને જોતા હતા તે વેળાએ તેમના પતિ ભુથાભાઈ ધાપા અશોકભાઈ કામ્બડ પાસે ગયા હતા તે વેળાએ બંનેન્‌ વચ્ચે બોલાચાલી થતા આરોપી અશોક કબાભાઈ કામ્બડે ઉશ્કેરાઈ જઈ કુહાડીના બે ઘા ભુથાભાઈ રામસીભાઈ ધાપાને ઝીકી દેતા ગંભીર રીતે ઘવાયેલા ભુથાભાઈને સૌ પ્રથમ કોળીયાક દવાખાને અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા આ મારામારીનો બનાવ હત્યામાં પરીણ્મ્યો હતો. મરણજનાર ભુથાભાઈ ધાપાના પત્નિ લાસુબેને વરતેજ પોલીસ મથકમાં ઉક્ત આરોપી અશોક કાબાભાઈ કામ્બડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઈપીકો કલમ ૩૦૨, તથા જીપીએક્ટની કલમ ૧૩૫ મુજબનો ગુનો નોધીયો હતો. આ અંગેનો કેસ આજરોજ બુધવારે ભાવનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, મૌખીક પુરાવા ૧૭, દસ્તાવેજ પુરાવા ૩૫ વિગેરે ધ્યાને લઈ આરોપી અશોક કબાભાઈ કામ્બડને ઈપીકો કલમ ૩૦૨ મુજબના ગુનાના કામે તકસીરવાન ઠરાવી ગુનો સાબિત માની આજીવન કેદની સજા અને રોકડ રૂા.પાંચ  હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની કેડની સજા અદાલતે ફટકારી હતી.

Previous articleઉમરાળા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
Next articleરો રો ફેરીની શીપમાં જતો ટ્રક દરિયામાં ખાબકયો