સંસ્કાર મંડળ સહિતના વિસ્તારોમાં દબાણો હટાવાયા

1624

ભાવનગર મહાનગર પાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા સંસ્કાર મંડળ વિસ્તાર સહિત અન્ય ત્રણ વિસ્તારોમાંથી દબાણો દુર કરી સરકારી જમીન ખુલ્લી કરી હી.

ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ તથા દબાણ હટાવ ટીમએ સંસ્કાર મંડળ વિસ્તારમાં બીજા દિવસે પણ કામગીરી યથાવત શરૂ રાખી હતી આ ઉપરાં, દિપક હોલ, રામમંત્ર મંદિર તળાજા રોડ પરથી આડેધડ લાગેલા દબાણો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યુ હતુ.

આજની કામગીરીમાં ત્રણેક જેટલી પાક્કી દિવાલો, ઓટલા, તતા અન્ય બાંધકામ ઉપરાંત રેસ્ટોરા માલીકો દ્વારા લગાવેલ ગ્રીલ ફેન્સીંગ બાંકડાઓ તોડી પાડવામાં આવ્યા હતા રામમંત્ર મંદિર વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પાછળના એરિયામાંથી કેબીનો દુર કરી હતી એ જ રીતે આતાભાી ચોક વિસ્તારમાંથી ૬ જેટલી દુકાનો કેબીનો દુર કરી સામાન કબ્જે કરવામાં આવ્યો હતો.

તંત્રની કામગિરી સામે લોકોમાં શંકા કુશંકા ?

છેલ્લા કેટલાક સમયથી ભાવનગર મહાનગર પાલિકાના સત્તાવાળા તંત્રને દબાણો દુર કરવાનું શૂરાતન ચડ્યુ છે. આ કામગીરીને લઈને લોકોમાં વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે તંત્ર માત્રને માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓ તથા લોકો સામે કાયદાનો દંડો ઉગામી રહ્યુ છે. શહેરમાં અનેક મોટા દબાણો યતાવત સ્થિતીમાં અકબંધ છે. કેટલાક દબાણો જે વ્હાઈટ કોલર ગુંડાઓના પણ છે. તેની સામે નઝર ઉઠાવવાની હિંમત સુધ્ધા નથી થતી ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની રોજી રોટી છીનવી તંત્ર તથા અધિકારી શું સાબિત કરવા માંગે છે ? બોરતળાવ, કાળીયાબીડ, ભરતનગર, માલધારી, સોસાયટી સહિતના વિસ્તારોમાં થયેલ દબાણો ઉપરાંત શહેરની મુખ્ય બજારોમાં થયેલ દબાણોની કબુલાત ખુદ તંત્રએ આપેલી છે પરંતુ તે સુરક્ષીત છે. આ કેવો ન્યાય તેવા સવાલો લોકો કરી રહ્યા છે.