મહિલા આઈટીઆઈ ખાતે નવા તાલીમાર્થીઓનો વેલકમ કાર્યક્રમ

1660

ભાવનગર જિલ્લા મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહિલા આઈટીઆઈ ખાતે આજે સાંસદ ડો. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં નવા આવેલા તાલીમાર્થીઓનો વેલકમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગણેશ વંદના સાથે શરૂ થયેલ કાર્યક્રમમાં ફેશન રેમ્પ વોક, બ્રાઈડલ રેમ્પ વોક, યોગ, લોકનૃત્ય જેવા વિવિધ કાર્યક્રમો યોજાયેલા જેમાં બ્યુટીથીમ, શ્રેષ્ઠ સાડી થીમ, પાર્ટીવેર, ઈન્ડીયન એથેનિક વેર, દુલ્હન શણગાર જેવી વિવિધ થીમ ઉપર સંસ્થાની ૮૦ તાલીમાર્થી બહેનોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં સાંસદ શિયાળ તથા ડો. ધીરૂભાઈ શિયાળ, સનત મોદી, મિતેષ પંડયા, ડો. પી.જે. શુકલા સહિત ઉપસ્થિત રહ્યા હતાં. સંસ્થાના બેઝીક કોસ્મેટોલોજી, ફેશન ડિઝાઈન ટેકનોલોજી, સી.એ.ડી.આર.એમ., કોપા તથા હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટરના તાલીમાર્થી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.