સચિવાલયમાં હવે કર્મચારીઓને પાર્કિગ માટેના પાસ ઈસ્યુ કરાયા

436

રાજયના પાટનગર ગાંધીનગરમાં નવા સચિવાલય અને વિધાનસભામાં આવતાં કર્મચારીઓ અધિકારીઓના વાહન યોગ્ય જગ્યાએ પાર્ક થઈ શકે અને સલામતી પણ જળવાઈ રહે તે હેતુથી કર્મચારીઓને વ્યક્તિદીઠ પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે અને આ કર્મચારીઓને પાસ આધારે જ તેમના વાહન પાર્ક કરવા માટે તાકીદ કરવામાં આવી છે. અનઅધિકૃત રીતે વાહન પાર્ક કર્યું હશે તો તેની સામે કાયદેસરના પગલાં લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ માટે નિયમો પણ બનાવી દેવાયા છે.

નવા સચિવાલય અને વિધાનસભા સંકુલમાં હજારો અધિકારીઓ કર્મચારીઓ તેમનું વાહન લઈને આવતાં હોય છે ત્યારે તેમના વાહનોના પાર્કિગની જગ્યાએ મુલાકાતીઓ વાહન પાર્ક કરી દેતાં હોય છે જેના કારણે આ કર્મચારીઓને પાર્કિગનો પ્રશ્ન નડતો હોય છે. એટલું જ નહીં સુરક્ષાની દ્રષ્ટીએ આ વાહન પાક’ગનો મુદ્દો પોલીસ માટે મહત્વનો બની ગયો હતો. જેના પગલે હવે સચિવાલય અને વિધાનસભામાં વાહન પાક’ગ માટે કર્મચારી, અધિકારીઓ માટે વિભાગ દ્વારા પાસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જેથી હવે વિધાનસભાના પાર્કિગમાં અનઅધિકૃત રીતે પાર્ક કરેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. એટલું જ નહીં પાસ ઈસ્યુ કરવામાં આવેલા કર્મચારીઓ માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં પાક’ગ પાસ વાહનો ઉપર લગાડવો, પાસની ફોટો કોપી કે ઝેરોક્ષ અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવશે તો સજા પાત્ર ગુનો બનશે, જે દીવસે અન્ય વાહન લઈને કચેરીમાં આવવાનું થાય ત્યારે વાહન બહાર પાર્ક કરવાનું રહેશે, પાસ સિવાયના વાહનો વિધાનસભા કે સચિવાલય માં પાર્ક કરવામાં આવશે તો લોક મારીને દંડ કરવામાં આવશે.

Previous articleTDS અંગે યોગ્ય માહિતી નહીં મળે તો ૧ સપ્ટેમ્બરથી ઊંઝા માર્કેટયાર્ડ બંધ રહેશે
Next articleસેક્ટર-૩૦માં ઠેર ઠેર કાટમાળ ઠલવી દેવાતાં મચ્છરોનો ઉપદ્રવમાં વધારો