INX કેસમાં ચિદમ્બરમની અરજી પર પાંચમીએ ચુકાદો

339

સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલા આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની અરજી ઉપર તે પાંચમી સપ્ટેમ્બરના દિવસે ચુકાદો જાહેર કરશે. જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ એએસ બોપન્નાની બનેલી બેંચે ગુરુવાર સુધી ચિદમ્બરમની ધરપકડ ન કરવા માટેનો આદેશ કર્યો હતો. આની સાથે જ ધરપકડથી ચિદમ્બરમને આંશિક રાહત મળી ગઈ છે.

પૂર્વ નાણામંત્રીએ બેંચ સમક્ષ કેટલીક રજૂઆતો કરી હતી. સોમવાર સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેનાર છે. કોર્ટે આ સંદર્ભમાં કોઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, રિમાન્ડને વધારવા માટેની બાબત સીબીઆઈ કોર્ટ સમક્ષ જ આગળ વધશે. કોર્ટ માટે રજૂ કરવા જરૂરી બાબત સીલ કવરમાં રજૂ કરવા ઇડીને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. ચિદમ્બરમની અરજી દિલ્હી હાઈકોર્ટના ૨૦મી ઓગસ્ટના ચુકાદાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવી હતી.

દિલ્હી હાઈકોર્ટે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલા આઇએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદથી ચિદમ્બરમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચિદમ્બરમના મામલામાં કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી તરફથી ધારદાર દલીલો કરવામાં આવી રહી હોવા છતાં ચિદમ્બરમને કોઇપણ પ્રકારની રાહત મળી રહી નથી. સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં ચિદમ્બરમને કોઇ રાહત ન મળતા ચિદમ્બરમથી વધુ રજૂઆતો કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટ તરફથી તેમની આગોતરા જામીન અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ ચિદમ્બરમની હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, દિલ્હીની ખાસ સીબીઆઈ કોર્ટે સોમવારના દિવસે તેમની કસ્ટડીની અવધિને ૩૦મી ઓગસ્ટ સુધી વધારી દીધી હતી. આની અવધિ આતવીકાલે પુરી થઇ રહી છે. ચિદમ્બરમની વચગાળાની જામીન અરજી રદ કર્યા બાદ દિલ્હી હાઈકોર્ટે ૨૦મી ઓગસ્ટના ચુકાદાની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે.

સીબીઆઈએ ૧૫મી મે ૨૦૧૭ના દિવસે એક કેસ દાખલ કર્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આઈએનએક્સ મિડિયા ગ્રુપને વિદેશમાંથી ૩૦૫ કરોડ રૂપિયાનું રોકાણ મેળવવા માટે એફઆઈપીબી દ્વારા અપાયેલી મંજુરીમાં મોટાપાયે ગેરરીતિ થઇ હતી. અત્રે નોંધનીય છે કે, ૨૧મી ઓગસ્ટના દિવસે પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની આખરે મોડી રાત્રે પુુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જોકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી.

Previous articleટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરનારાઓ સાવધાન, નિયમ તોડ્‌યો તો તગડો દંડ ભરવો પડશે
Next articleપાકિસ્તાનની ચાલને દુનિયાના દેશો સમજી ચુક્યા છે : ભારત