સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં વરસાદી માહોલ યથાવત

508

ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. આજે સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં વરસાદ જારી રહ્યો હતો. બીજીબાજુ સુરેન્દ્રનગર અને લીંબડીમાં પણ વરસાદ થયો હતો. આ બંને જગ્યાઓએ પણ ઉલ્લેખનીય વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક રહી હતી. બીજી બાજુ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. જેથી તંત્રને પણ આંશિક રાહત થઇ છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. બીજીબાજુ હવામાન વિભાગના કહેવા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. આગામી પાંચ દિવસમાં અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરુચ, વલસાડ, નવસારી અને અન્યત્ર વરસાદ થઇ શકે છે. અમદાવાદમાં પણ આજે વરસાદમાં બ્રેકની સ્થિતિ રહી હતી. અમદાવાદ માટે પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વરસાદમાં આજે બ્રેકની સ્થિતિ રહી હતી. અલબત્ત કેટલાક સ્થળોએ વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે.

જો કે, અમદાવાદ માટેની આગાહીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં હજુ સુધી ૫૦૭.૦૮ મીમી સુધીનો વરસાદ થયો છે. વરસાદમાં બ્રેકની સ્થિતિ  મુકાઈ હોવા છતાં અનેક જગ્યાઓએ મોટા ભુવા પડ્યા છે જે અકસ્માતો તરફ ઇશારો કરે છે. અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં બીઆરટીએસ રુટની બાજુમાં જ પડેલા મોટા ભુવાના લીધે ટ્રાફિકને બંધ કરવાની ફરજ પડી છે. બીજી બાજુ ગુજરાતમાં હજુ સુધી ૯૪ ટકાથી વધુ વરસાદ થયો છે.

Previous articleઇકોફ્રેન્ડલી દેશના નિર્માણ માટે લોકો સંકલ્પબદ્ધ બને
Next articleશાહની ગુજરાત યાત્રા બાદ ૭૯ IASની બદલી કરાઈ