ઉ.બુ. વિદ્યાલય શેત્રુંજી ડેમ ખાતે વિચરતી જાતિ મુક્તિ દિન ઉજવાયો

461

રાજય સરકાર દ્વારા ૩૧ ઓગષ્ટના રોજ વિમુકત જાતિ મુક્તિ દિવસની ઉજવણીનો નિર્ધાર કરવામાં આવેલ હતો. આ દિવસે રાજયના તમામ જિલ્લાઓમાં વિમુક્તિ જાતિ દિવસની ઉઝવણી કરવામાં આવી. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ ખાતે વિચરતી વિમુક્ત જાતિના જ ુદા જુદા સમાજના આગેવાનોની હાજરીમાં સરદહું દિવસની ઉજવણી કરવામાં આવી.

આ ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત આગેવાનો અને આજુબાજુના ૩૦થી વધારે ગામના લોકો વિદ્યાલયના વિદ્યાર્થીઓ વિચરતી વિમુક્ત જાતિના લોકોએ પ્રથમ વૃક્ષારોપણ કાર્યક્રમ ત્યાર બાદ મહેમાનોનું સ્વાગત અને ઉત્તરબુનિયાદી બાળાઓના સ્કેટીંગ રાસથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.

ઉપસ્થિતિ સમાજના લોકોએ પોતાના વકતવ્યો આપેલ અને સમાજ ઉત્થાનની વાતો કરેલ. જિલ્લા નાયબ નિયામક ડો. એમ. ત્રિવેદી દ્વારા શિક્ષણ આવાસ યોજનાએ, શિક્ષ્યવૃત્તિ કુંવરબાઈનું મામેરૂ સાતફેરા સમુહ લગ્ન વિદેશ અભ્યાસ લોન જેવી અગત્યની યોજનાઓનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ કાર્યક્રમનું સુંદર આયોજન પ્રસંગે મહાવીરબાપુ અગ્રવત, રઘુરામબાપુ ગોંડલિયા, અનિલભાઈ, પરષોત્તમભાઈ ભરતભાઈ તેમજ ગરાજીયા,  થોરાળી, પાંડેરિયા ગામના સરપંચો દેવીપુજક સમાજના અગ્રણી રાવળ જોગી સમાજ અને વણજારા સમાજના અગ્રણી તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં નિયામક લાલજીભાઈ સોલંકી દ્વારા સ્વાગત પ્રવચન અને ડો. અરણજભાઈ સંજયભાઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ. આ તબકકે વિમુક્ત જાતિના ચાર લાભાર્થીઓને બે લાખ ચાલીશ હજારના આવાસની સહાયની મંજુરીના આદેશોનું વિતરણ અને વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવેલ હતું. કે.વે.શાળાના આચાર્ય જીતુભાઈ જોષી ખાસ ઉપસ્થિત રહેલ.

Previous articleતક્ષશિલા ખાતે ઉદ્યોગ સાહસિકતા સંસ્થાન દ્વારા સેમિનાર
Next articleસૂચના અને પ્રસારણ મંત્રાલયના લોકસંપર્ક કાર્યક્રમને બહોળો પ્રતિસાદ