કોમોડિટી એક્ટમાં ફેરફારો કરવાની સરકારની તૈયારી શરૂ

334

અર્થતંત્રમાં આવેલી મંદીના દોર વચ્ચે સરકારનું ધ્યાન હાલમાં મોંઘવારી અને ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓની કિંમત પર અંકુશ મુકવાનો છે. સરકાર આ પ્રયાસમાં છે કે, ખાદ્ય ચીજવસ્તુઓના પુરવઠામાં કોઇપણ પ્રકારની કમી આવવી જોઇએ નહીં. આના માટે સરકાર જરૂરી ચીજવસ્તુ ધારામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. કોમોડિટી એક્ટમાં ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. ફુડ સ્ટોરેજ વધારે અને કિંમતો ઘટાડવા પર સરકારનું ધ્યાન રહેશે. સુત્રોના કહેવા મુજબ જો કિંમતો વધશે તો સ્ટોક લિમિટને લાગૂ કરવામાં આવશે. બીજી બાજુ જરૂરી વસ્તુ ધારા (ઇસીએ) હવે માત્ર દુકાળ અને યુદ્ધના સમયમાં જ લાગૂ કરવામાં આવશે. જરૂરી ચીજવસ્તુઓની કિંમત જો વધશે તો સ્ટોક લિમિટ સીધીરીતે લાગૂ થઇ જશે. સ્ટોક લિમિટનો મતલબ એ છે કે, સરકાર તરફથી કોઇપણ પ્રકારની પ્રોડક્ટ માટે નક્કી કરવામાં આવતી મર્યાદા કરતા વધારે કોઇ વસ્તુનો સ્ટોક રાખી શકાશે નહીં. આવી સ્થિતિમાં વધારે સ્ટોક માર્કેટમાં ઉતારવાની ફરજ પડશે. સરકારી અધિકારીઓના કહેવા મુજબ આની સાથે સંબંધિત ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી ચુક્યા છે. પીએમઓ તરફથી મંજુરી મળ્યા બાદ નોટિફિકેશન જારી કરવામાં આવશે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, જીડીપી ગ્રોથરેટમાં કમી આવ્યા બાદ સરકાર મોંઘવારીના મોરચા ઉપર લોકોની નારાજગીને સહન કરવા ઇચ્છતી નથી. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુની કિંમત વધવાના મામલામાં તે કોઇ જોખમ લેવા માટે તૈયાર નથી. સરકારને આશંકા છે કે, જો દાળ અને શાકભાજીની કિંમત વધશે તો લોકો ખુબ પરેશાન થશે. આવી સ્થિતિમાં સરકારના પ્રયાસો છે કે, ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો તર્કસંગત સ્તર પર જાળવી રાખવામાં આવે. આનાથી ખાદ્ય ચીજવસ્તુઓની સંગ્રહખોરીને રોકી શકાશે. જેનાથી એક સીમાથી વધુ પ્રોડક્ટ સંગ્રહમાં વ્યક્તિ આગળ વધી શકશે નહીં.

Previous articleટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં વધારો થયો
Next articleબજારની અપેક્ષા વચ્ચે ઘણા ઇકોનોમિક આંક જારી થશે