બજારની અપેક્ષા વચ્ચે ઘણા ઇકોનોમિક આંક જારી થશે

370

શેરબજારમાં જુદા જુદા પરિબળોની સાથે સાથે માઇક્રો ઇકોનોમી ડેટાની અસર પણ જોવા મળશે. આ સપ્તાહમાં જ અનેક માઇક્રો ઇકોનોમિક ડેટા જારી કરવામાં આવશે. ઓગસ્ટ મહિના માટે પીએમઆઈના આંકડા સોમવારના દિવસે જારી કરાશે. અગાઉના મહિનામાં પીએમઆઈના આંકડા કોઇ વધારે આશાસ્પદ દેખાયા ન હતા. બીજી બાજુ ઓગસ્ટ મહિના માટે સર્વિસ પીએમઆઈના આંકડા ચોથી સપ્ટેમ્બરના દિવસે જારી કરાશે. સર્વિસ પીએમઆઈના આંકડા જુલાઈ ૨૦૧૯માં ૫૩.૮ રહ્યા હતા. આ ઉપરાંત અન્ય અનેક આંકડાઓ પણ જારી કરવામાં આવનાર છે જેમાં ઓટો વેચાણના આંકડાનો સમાવેશ થાય છે. કાર અને બાઇક બનાવતી કંપનીઓ દ્વારા સોમવારથી ઓગસ્ટ મહિના માટેના તેમના માસિક વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે જેની સીધી અસર શેરબજાર ઉપર થશે. હાલમાં રિટેલ સ્તર પર માંગ રિકવરી કોઇ વધારે સારી રહેવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ઓટો મોબાઇલ ક્ષેત્રમાં જોરદાર મંદી માટે વિવિધ પગલા જવાબદાર દેખાઈ રહ્યા છે. અલબત્ત ઓટો મોબાઇલમાં નવા પ્રાણ ફૂંકવા પગલા લેવાયા છે પરંતુ તેની અસર હજુ દેખાઈ નથી.

Previous articleકોમોડિટી એક્ટમાં ફેરફારો કરવાની સરકારની તૈયારી શરૂ
Next articleશેરબજારમાં જીડીપી ડેટા સહિત પાંચ પરિબળની અસર રહી શકે