કુદરતની કમાલઃ છેક ૧૬મી સદી બાદ ગુજરાતમાં અવતર્યું બે લિંગવાળું બાળક

508

માંડવીમાં “કુદરતની કમાલ” બે જનન અંગના કેસની માંડવીમાં સફળ શસ્ત્રક્રિયા કરાઈ હતી. મેડિકલ સાયન્સ મુજબ ૫૦થી ૬૦ લાખ લોકો વચ્ચે એક વ્યકિતને આ તકલીફ થતી હોય છે. ત્યારે સાયન્સે ફરી એકવાર સિદ્ધિ નોંધાવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, માંડવીમાં રહેતા એક યુપીના શ્રમજીવી પરિવારમાં તેમના પોતાના ગામ દાવની (ઉતર પ્રદેશ)માં બે જનન અંગ સાથે બાળકનું જન્મ થયો હતો, જેની આ તકલીફ દૂર કરવાનો નિર્ધાર માંડવીની ધકાણ સર્જીકલ હોસ્પિટલે લીધો હતો. આ હોસ્પિટલમાં આ બાળકનું ઓપરેશન કરી વધારાનું એક જનન અંગ એક કલાકની સફળ શસ્ત્રક્રિયા કરવામાં ડૉ. ચિંતન સોનીને સફળતા મળી હતી.

બાળકની માતા યુપીના દાવાની ગામે ડીલેવરી પ્રસંગે ગઇ હતી. દાવાની ગામે બાળકનો જન્મ થયો હતો. જેથી નજીકની હોસ્પિટલમાં માતા સહિત બાળકને ખસેડવામાં આવ્યું હતું. ત્યાં ફરજ પરના ડોકટરે બાળકની બિમારી વિશે જણાવીને ઝાંસીની મોટી હોસ્પિ. તેની સારવાર થઈ શકશે તેમ કહ્યું હતું.

બાળકના કુટુંબીજનો ઝાંસીની હોસ્પિ.માં સારવાર માટે ગયા હતા, ત્યાં મોટી રકમનો ખર્ચ જણાવતાં તેને પહોંચી વળવાની સ્થિતિ નહોતી, જેથી આખરે નિરાશ થઇને બાળકના પિતા બાળકને માંડવી લઈ ગયા હતા.

માંડવીમાં ધકાણ હોસ્પિ.માં આ બાળકનું ઓપરેશન કરાવ્યા હતું. અહીં હોસ્પિટલના ડોકટર ચિંતને બરાબર તપાસ કરી અને આ બે જનન અંગ ર્ઝ્રહઙ્ઘૈર્ૈંહ ને સ્યુડો ડાઈફલશ (ઁજીેર્ઙ્ઘ ઁરટ્ઠઙ્મઙ્મેજ) હોવાનું નિદાન થયું હતું.

Previous articleગણપતિની સ્થાપના નિમિત્તે ઝંડો ફરકાવતા યુવકને કરંટ લાગ્યો : આબાદ બચાવ
Next articleવિદ્યાર્થિનીઓનાં કપડાં ઉતારવાની માંગણી કરનાર વિકૃત શિક્ષકની ધરપકડ