રાજકોટનાં ૩૦માં મ્યુનિ. કમિ. તરીકે ઉદિત અગ્રવાલે ચાર્જ સંભાળ્યો

436

રાજકોટનાં ૩૦માં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે ચાર્જ સંભાળ્યો છે. તેઓ ટ્રાફિકના મુદ્દા પર વધુ ધ્યાન આપશે. જ્યારે ૪૯માં કલેકટર તરીકે ૨૦૦૬ની બેચનાં અને કેરળના વતની રેમ્યા મોહને ગઈકાલે વિધિવત રીતે કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

રાજકોટના નવા મ્યુ.કમિશ્નર તરીકે ઉદિત અગ્રવાલે ચાર્જ સંભાળ્યો છે. રાજકોટ મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીની સુરત ખાતે બદલી થતાં ઉદિત અગ્રવાલે મ્યુ.કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાએ નવા કલેક્ટર રેમ્યા મોહનને રાજકોટમાં આવકારી ચાર્જ સોંપ્યો હતો. રેમ્યા મોહનને ડિજિટલ ચેમ્પિયન એવોર્ડ મળ્યો. તેઓ ૨૦૦૭ની બેચના આઇએએસ ઓફિસર છે અને મૂળ કેરળના થિરુવનંતપુરમના વતની છે.

રેમ્યા મોહન શિસ્તનાં ભારે આગ્રહી છે અને તેની કામગીરી હેઠળ સામાન્ય લોકોનું પણ કામ ફટાફટ થાય છે. રેમ્યા મોહન આ પહેલા વલસાડમાં કલેકટર તરીકે અને સુરતમાં ડીડીઓ તરીકે ચાર્જ સંભાળી ચૂક્યા છે. રાજકોટમાં તેઓ સૌ પ્રથમ કામ મતદાર યાદી અપ-ટુ-ડેટ બને અને પેન્ડિંગ ફાઈલોનો નિકાલ કરશે. આ સાથે જ કલેકટર કચેરીમાં ૧૧મીએ યોજાનાર કલા સેન્ટરનું લોકાર્પણ સહિતની બાબતો પર ખાસ ધ્યાન આપશે. હાલ રેમ્યા મોહને કલેક્ટર તરીકેને ચાર્જ સંભાળી લીધો છે. જ્યારે રાહુલ ગુપ્તાએ રાજકોટના કલેક્ટર તરીકેનો ચાર્જ છોડ્યો છે.

Previous articleમહિલા પર કાળી વિદ્યા કરી દોઢ લાખનો મુદ્દામાલ લઇ તસ્કરો ફરાર
Next articleભાંડો ફૂટતા વિધર્મી પ્રેમીએ ધમકી આપી, યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો