૭૯ આઈએએસ અધિકારીઓની બદલી બાદ વધુ ૬ની બદલી

497

૭૯ આઈએએસ અધિકારીઓની બદલી બાદ વધુ ૬ આઈએએસની બદલી કરવામાં આવી છે. એમ.એસ.પટેલને વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કર્યા બાદ આ નિમણૂંક રદ કરવામાં આવી છે અને જમીન સુધારણા કમિશનર એન.બી.ઉપાધ્યાયને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે એમ.એસ.પટેલને મ્યુનિસિપલ વહીવટી સચિવ તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. આમ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.એસ.પટેલ ચાર્જ સાંભળે તે પહેલા જ નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નલિન ઉપાધ્યાયને મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અજય ભાદુના ગયા બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે કલેક્ટર શાલિની અગ્રવાલને વધારાનો ચાર્જ સોંપાયો હતો. ત્યાર બાદ ૩૦ ઓગસ્ટે એમ.એસ.પટેલને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા હતા. પરંતુ એક વીકમાં જ વીએમસીના કમિશનર બદલાયા છે.

જ્યારે રાજ્ય સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી સી.વી.સોમને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એવા આર.સી. મીણાને સામાન્ય વહીવટ વિભાગમાં સચિવ(એનઆરઆઈ અને આર્ટ)બનાવવામાં આવ્યા છે. તો લઘુ અને મધ્યમ ઉદ્યોગ કમિશનર યોગેશ બબનરાવ નિર્ગુડેને અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ(મ્યુનિસિપાલિટી)ના રિજનલ કમિશનર બનાવવામાં આવ્યા છે.

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરને સામાન્ય વહીવટ વિભાગ(પ્લાનિંગ)ના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.

Previous articleહોમ, પર્સનલ અને ઓટો લોન લેનારને તરત રેટકટનો ફાયદો
Next articleમોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો લાગુ કરાવવા CM અધિકારીઓ સાથે મંથન કરશે