અમેરિકાનું ગ્રીનકાર્ડ, નાગરિકતા, વીઝા માટે સોશ્યલ મિડિયાની માહિતી ફરજીયાત આપવી પડશે

346

અમેરિકાનું ગ્રીન કાર્ડ, નાગરિકતા કે વર્ક વીઝા જોઇતા હોય તો તમારે સોશિયલ મીડિયા હેન્ડલની માહિતી ફરજીયાતપણે શેર કરવી પડશે. અમેરિકાના હોમલેન્ડ એન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે ફોર્મમાં એક કોલમ ઉમેરી દીધી છે જેમાં સોશિયલ મીડિયા સાથે જોડાયેલી માહિતી આપવી પડશે. ફેડરલ રજીસ્ટરમાં નોટિસ રજૂ કરાઇ અને ૬૦ દિવસની અંદર લોકોની પ્રતિક્રિયાઓ માંગવામાં આવી છે.

અમેરિકાએ પેહલાં જ પર્યટકો, વિદ્યાર્થીઓ, અને ભારત સાથે નોકરી કરનારા લોકોના ફોર્મમાં એક ડ્રોપડાઉન મેનુ જોડયું હતું જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના યુઝરનેમ કે હેન્ડલનું નામ ભરવાનું હતું. ઇમીગ્રેશન ડૉટ કૉમના અટોર્ની રાજીવ ખન્નાએ કહ્યું કે અમેરિકામાં રહેતા કે ત્યાં જતાં ભારતીયો માટે એક પ્રસ્તાવ મૂકયો છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓ માટે સોશિયલ મીડિયાની માહિતી આપવી જરૂરી થઇ શકે છે. તેમાં એચ-૧બી વર્કર વીઝા અને કંપનીની અંદર જ ટ્રાન્સફર ઇચ્છનાર એલ-૧ વીઝા ધારક પણ સામેલ હશે. આ એ લોકો પર પણ એપ્લાય થશે જે ગ્રીન કાર્ડ હોલ્ડર છે પરંતુ બે વર્ષથી અમેરિકાની બહાર રહેતા હતા.ભારતીયોની અમેરિકન વીઝા માટે પહેલેથી જ કેટલાંય પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે ગ્રીન કાર્ડ માટે સોશિયલ મીડિયાની માહિતી માંગવી અને તે પણ મુસીબત ઉભી કરી શકે છે. મોટી સંખ્યામાં ભારતીય અમેરિકાના ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરે છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ખત્મ થનાર નાણાંકીય વર્ષમાં લગભગ ૬૦૦૦૦ ભારતીયોને ગ્રીન કાર્ડ મળ્યા હતા જેમાંથી ૫૦૦૦૦ને નાગરિકતા મળી. ખન્નાએ કહ્યું કે આ પ્રસ્તાવમાં સોશિયલ મીડિયાની માહિતી જરૂરી કરાઇ છે પરંતુ એમ પણ કહ્યું છે કે જેમણે અત્યાર સુધી આ માહિતી આપી નથી, તેમનું ફોર્મ પ્રોસેસમાં રહેશે અને ડેટા મળવા સુધી મોડું થઇ શકે છે.

હવે એ જોવાનું છે કે ફોર્મ કેવી રીતે ડિઝાઇન કરાશે કે સોશિયલ મીડિયાની માહિતી ના આપનારાઓને પણ સમાયોજિત કરી શકાય.

Previous article૨૦૨૦ની ચૂંટણીમાં ૫૨ ટકા મતદારો ટ્રમ્પને ફરી રાષ્ટ્રપતિ ઇચ્છતા નથીઃ સર્વે
Next articleદિલ્હીની રસ્ટોરાંમાં આર્ટિકલ-૩૭૦ થાળી ! કાશ્મીરીઓને ૩૭૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ