સંસ્કારધામ-અમદાવાદ ખાતે ખેલ મહાકુંભ ૨૦૧૯ અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો શુભારંભ

471

ખેલ મહાકુંભ ૨૦૧૯ સ્પર્ધાનો શુભારંભ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને શ્રેષ્ઠ રમતવીરો (ડીએલએસએસ)નાં સન્માન સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિત રહેશે. આ સમારોહનું ઉદઘાટન કેન્દ્રીય રમત-ગમત રાજ્ય મંત્રી કિરણ રિજ્જુજીના હસ્તે તારીખ : ૮મી સપ્ટેમ્બરે સવારે ૯.૩૦ કલાકે ફૂટબોલ ગ્રાઉન્ડ, સંસ્કારધામ, બોપલ-ગોધાવીરોડ, અમદાવાદ ખાતેથી કરાશે. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને સંસ્કાર ધામના ચેરમેન ડૉ. આર. કે. શાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રના આમંત્રીત મહેમાનોમાં ચીફ નેશનલ બેડમિન્ટન કોચ ગોપીચંદજી, ઓલમ્પિક બોકસર એમ. સી. મેરીકોમ અને ઇન્ડિયન ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ ઉપસ્થિત રહેશે, તેમ સ્પોર્ટસ ઓથોરીટિ ઓફ ગુજરાતની યાદીમાં જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના યુવા વર્ગમાં રમતગમત ક્ષેત્રે અભિરૂચી વધે તે હેતુથી અને રમશે ગુજરાત, જીતશે ગુજરાતના મંત્ર સાથે વર્ષ-૨૦૧૦માં તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી.

Previous articleવડોદરા કોર્પો.ના લાંચિયા કાર્યપાલક ઇજનેર મુકુંદ પટેલને સસ્પેન્ડ કરાયાં
Next articleઅંબાજી જતા પદયાત્રીઓ માટે સાબરકાંઠા પોલીસ દ્વારા સેવાકેન્દ્ર શરૂ