માઇનિંગમાં એફડીઆઇનો વિરોધ : વર્કર હડતાળ કરશે

317

માઇનિંગમાં ૧૦૦ ટકા એફડીઆઇના મોદી સરકારના નિર્ણયથી નાહરાજ થયેલા માઇનિગ ક્ષેત્રના લાખો કર્મચારીઓએ ૨૪મી સપ્ટેમ્બરના દિવસે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પરત ખેંચવાની માંગ માઇનિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. માઇનિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વર્કરોની હડતાળને ટેકો આપવાની મોટા ટ્રેડ યુનિયનોએ ટેકો આપવાની જાહેરાત કરી છે. તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ ટેકો આપતા સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇનટુક, સીઆટીયુ અને અન્ય ટ્રેડ યુનિયનો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. કોલ ઇન્ડિયાના હજારો કર્મચારીઓની સાથે જોડાયેલા પાંચ ફેડરેશનના લોકો પણ સામેલ થઇ રહ્યા છે. આ લોકો હડતાળના દિવસે ૧૦૦ ટકા એફડીઆઈના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરીને દેખાવો કરનાર છે. કેન્દ્ર સરકાર એફડીઆઇ સુધારા હાથ ધરવાના ઇરાદા સાથે આ હડતાળ કરનાર છે. એફડીઆઇ સુધારા અને કોન્ટ્રાક્ટ માઇનિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા નિર્ણય બદલી નાંખવામા આવ્યા છે. આનો હવે વિરોધ શરૂ થઇ રહ્યો છે. મોદી સરકાર હાલમાં અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફુંકવા માટે જુદા જુદા ક્ષેત્રોમાં કઠોર પગલા લઇ રહી છે. આના ભાગરૂપે હાલમાં કેટલાક કઠોર નિર્ણય કરવામાં આવી ચુક્યા છે.

આગામી દિવસોમાં વધુ કેટલાક કઠોર નિર્ણય કરવામાં આવનાર છે. મોદી સરકાર બેંકોને મજબુત કરવા માટે પણ કેટલાક પગલા જાહેર કરી ચુકી છે. સાથે સાથે નવા પ્રાણ ફુંકવા માટે પ્રયાસ કરી રહી છે. બેંકોમાં નવા નાણાં ઠાલવવામાં આવ્યા છે. જો કે માઇનિંંગ ક્ષેત્રમાં લેવામાં આવેલા સુધારા નિર્ણયથી માઇનિંગ કર્મચારીઓ ભારે નારાજ દેખાઇ રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર પર માઇનિંગમાં ૧૦૦ ટકા એફડીઆઇના નિર્ણય બાદ દબાણ આવી શકે છે.

Previous articleફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાનો હેલ્મેટ તોડી વિરોધ કરાયો
Next article૨૭,૦૦૦ કરોડની એન્ટી એરક્રાફ્ટ ડિલ વિવાદોમાં