ફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાનો હેલ્મેટ તોડી વિરોધ કરાયો

590

નવા મોટર વ્હિકલ એક્ટમાં ફરજિયાત હેલ્મેટ પહેરવું અને સીટબેલ્ટ બાંધવો તેમજ ટ્રાફિકના નિયમો તોડનારને દંડની રકમમાં વધારો કરવાના મુદે રાજકોટમાં ધારણા પ્રદર્શન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે ધારણા કરી રસ્તા પર હેલ્મેટ તોડી વિરોધ નોંધાવ્યો હતો.

ફરજિયાતના નિયમનું હેલ્મેટ ટ્રાફિક એક્ટના નિયમોમાં સરકાર દ્વારા દંડનો વધારો કરવામાં આવ્યો છે. જેનો રાજકોટમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે દંડની રકમ વધુ વસુલવાના કાયદાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટ સહીત દંડની રકમ વધારવાના નિયમને કાળો કાયદો ગણાવ્યો છે. શહેરના અલગ અલગ સંગઠનો તેમજ સામાજિક કાર્યકરો એકઠા ત્યાયા હતા અને શુક્રવારે ધારણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. તો સાથેજ જિલ્લા પંચાયત ચોક ખાતે રસ્તા પર હેલ્મેટ તોડી કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે મતદાર એકતા મંચ દ્વારા ત્રણ દિવસ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ તંત્ર દ્વારા એક જ દિવસની મંજુરી આપવામાં આવી હતી.

વિરોધ કરના વ્યક્તિનું જણાવ્યું હતું કે કાયદો બધા માટે સરખો હોવો જોઇએ. તેમનું કહેવું છે કે રસ્તાઓ ઉપર પડતા ખાડાઓ અંગે કાયોદ એમને નડતો નથી. જવાબદાર લોકોને દંડ કરવામાં આવતો નથી. જે લોકો ડરે છે એમને ડરાવે છે કાયદો, સિટબેલ્ટના નામે લોકોને ડરાવે છે કાયદો એવું તેમનું કહેવું હતું.

Previous articleઅંબાજી જતા પદયાત્રીઓ માટે સાબરકાંઠા પોલીસ દ્વારા સેવાકેન્દ્ર શરૂ
Next articleમાઇનિંગમાં એફડીઆઇનો વિરોધ : વર્કર હડતાળ કરશે