પીએમ નરેન્દ્ર મોદી ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી સાબરમતી આશ્રમમાં ઉજવશે

428

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે બીજી ઓક્ટોબરે સાબરમતી આશ્રમમાં  ઉપસ્થિત રહેશે. આ દિવસે અમદાવાદમાં સરપંચ સંમેલન પણ યોજવામાં આવશે જેમાં દેશનાં ૨૦ હજારથી વધુ સરપંચો ભાગ લેશે. આ ઉપરાંત પીએમ મોદીનાં હસ્તે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત પર થઇ શકે છે.

નરેન્દ્ર મોદી રજી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે છે. તે દિવસે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી છે. સાબરમતી આશ્રમનાં આ કાર્યક્રમમાં પ્રાર્થનાસભા સહિતનાં કાર્યક્રમ થશે. આ ઉપરાંત તે જ દિવસે રિવરફ્રન્ટ પર ૨૦ હજાર સરપંચોનું સંમેલન થશે. જેમાં ૧૦ હજાર ગુજરાતનાં અને ૧૦ હજાર અન્ય રાજ્યનાં સરપંચો પણ હાજર રહેશે. આ ઉપરાંત આ દિવસનાં કાર્યક્રમમાં વિદેથી પણ મહેમાનો આવે તેવી શક્યતાઓ રહેલી છે. આફ્રિકન દેશોનાં પ્રતિનિધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં પહેલી એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ રાજકોટમાં થવા જઇ રહી છે. ત્યારે તેની જગ્યા પણ નક્કી કરી દેવામાં આવી છે. ત્યારે બીજી ઓક્ટોબરે પીએમ મોદીનાં હસ્તે થાય તેવું પણ આયોજન થઇ રહ્યું છે.

Previous articleચંદ્રને ગળે લગાવવાની ઈચ્છા વધુ પ્રબળ બની : મોદી
Next articleકઠોર ટ્રાફિક નિયમના સંદર્ભે મળનારી બેઠક મુલતવી રહી