ભાવનગરમાં ગણેશોત્સવમાં ભાવિકો ભાવ વિભોર બન્યા

844

ભાવનગર શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી મધ્યાંતરે પહોંચી છે અને છેલ્લા બે દિવસથી ગણેશ ઉત્સવમાં મેઘરાજાનું વિધ્ન ન આવવા ઠેર-ઠેર ભારે ભીડ થઈ રહી છે અને આયોજકો પણ ઉત્સાહીત જોવા મળી રહ્યા છે અને ભાવિકો ગણેશજીની ભકિતમાં મગ્ન બની રહ્યા છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવનાં ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે. સુભાષનગર વિસ્તારમાં આવેલ ખાડી ભંડારમાં ગજાનંદ ગૃપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જયાં લોકો  ભગવાન ગણેશજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે. જેનું વિસર્જન રવિવારના રોજ કરવામાં આવશે. મહિલા કોલેજ સર્કલ ખાતે મોરીયા ગૃપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જયાં મહાઆરતી, થાળ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અને લોકો તેનો બહોળી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. જેનું વિસર્જન તા. ૧ર-૯ના રોજ થનાર છે.  ગઢેચી વડલા ખાતે રાજશક્તિ યુવક મંડળ દ્વારા ગજાનંદ મહોત્સવનું આયોજન કરાયું છે. જયાં સત્સંગ, રામ દરબાર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેનં વિસર્જન ૧ર-૯ના રોજ કરવામાં આવશે. કાળીયાબીડ ખાતે આવેલ શિવશક્તિ ગૃપ દ્વારા  ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જુનં વિસર્જન ૮-૯ના રોજ કરવામાં આવશે. સહકારી હાર્ટના ઓડ ગૃપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભવ્ય શણગાર તથા ડેકોરેશન કરવામાં આવ્યં છે. અને મહા આરતી સહિત ધાર્મિકા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અને તેનો લાભ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો લઈ રહ્યા છે.  જેની વિસર્જન તા. ૧ર-૯ના કરવામાં આવશે.

Previous articleપ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે આરોગ્ય કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે
Next articleકેટરિના માત્ર બહારથી સુંદર અને અંદરથી મજૂર છેઃ ઋતિક રોશન