પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે આરોગ્ય કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે

713

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનાં જન્મદિવસ નિમિત્તે આગામી ૧૧ સપ્ટેમ્બર બુધવારના રોજ ૫૩ પ્રમુખ સ્વામી મહારાજ પ્રા.શાળા મહાદેવનગર ચિત્રા સવારે ૯ થી ૧૧ નીઃશુલ્ક (મફત) આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ન.પ્રા.શિ. સમિતિ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતાં ૧૧૩૦ ઉપરાંતનાં માતા અથવા પિતા વગરના બાળકો તેમજ ૨૯૦ દિવ્યાંગ બાળકો અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં ભાવનગર પશ્ચિમની તમામ શાળાઓમાં ધો.૧ માં પ્રવેશ પામનાર બાળકોને એક શિક્ષણ કીટ (સ્કુટબેગ-ચિત્ર પોથી-કલર બોક્ષ-સ્કેલ)વિતરણના મુળ કાર્યક્રમ સાથે બાળકો તેમજ તેના માતા પિતાની આરોગ્યની તપાસણીના હેતુ સાથેનો તદ્દન  નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ આરોગ્ય કેમ્પમાં સરકાર હસ્તક સિવાયની સમાજમા સમાજ માટે આરોગ્ય ક્ષેત્ર કાર્ય કરતી વિવિધ સંસ્થાઓ એક સ્થાન પર બાળકો વાલીઓ તેમજ, સમાજના તમામ લોકો માટે ઉપલબ્ધ રહેશે. આ કેમ્પમાં બીમારી હોય તો તેનું નિદાન અને સારવાર તો કરાવવામાં જ આવશે પરંતુ જરૂરી જણાયે હાર્ટ (હૃદય)તેમજ વાલ્વની સર્જરી માટે આગળની વ્યવસ્થા પણ સંસ્થા મારફત આ કેમ્પમાં ચક્ષુદાન તેમજ દેહદાન માટેના ફોર્મ ભરવાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. ૧૬ થી ૩૫ વર્ષની દિકરીઓને રૂબેલા રસીકરણ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ઉમરના કારણે આવતા ચશ્માના નંબર અને બેતાળા ચશ્મા ૧૦૦૦ નંગ સુધીની વ્યવસ્થા આ કેમ્પમાં રાખવામાં આવેલ છે. ખાસ કરીને આ કેમ્પમાં બહેનો માટે માથામાં ખરતા વાળ સફેદ થતા વાળ તમામ પ્રકારના  રોગ કમરનો દુઃખાવો બહેનોમાં થતા બ્રેસ્ટ કેન્સરમાં જરૂરી જણાયે મેમોગ્રાફી તેમજ જનરલ બાળકોના આખોના હાડકાના જનરલ મેડિસન વગેરે નિષ્ણાંત ડોકટર્સ ફ્રી દવા સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે તથા તાપીબાઈ આયુર્વેદીક હોસ્પિટલ દ્વારા આયુર્વેદની સારવાર તથા વિવેકાનંદ હોમિયોપેથિક મેડીકલ કોલેજ અને સરકારી હોમિયોપેથીક દવાખાના મારફત સર્વરોગ, હઠીલા રોગ માટે હોમિયોપેથીક સારવાર કરવામાં આવશે. કુલ મળીને સમાજને આરોગ્ય પદ રાખવા બિમાર હોય તેને સારવાર મળી રહે અને તે સ્વસ્થ થાય આરોગ્ય દિશામાં પરિણામલક્ષી ગરગથ્થુ ઉપચાર પ્રદર્શનની અવગત થાય દેહદાન- ચક્ષુદાન જેવા અનુકરણીય પગલાથી પ્રેરણા મેળવી એ દિશામાં પરિણામ લક્ષી વિચાર કરતો થાય હાજર રાખેલ બ્લડ ડોનેશન માટેની વાનનો ઉપયોગ કરી જરૂરી દર્દીઓને બ્લડ આપવા પ્રેરાય આવા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

Previous articleરામદેવપીરના સાડા ત્રણ દિવસના ઉત્સવનો પ્રારંભ
Next articleભાવનગરમાં ગણેશોત્સવમાં ભાવિકો ભાવ વિભોર બન્યા