FPI દ્વારા સપ્ટેમ્બરમાં કુલ ૧,૨૬૩ કરોડ ખેંચી લેવાયા

311

આર્થિક સુસ્તીને દૂર કરવા માટે મોદી સરકાર દ્વારા શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવી હોવા છતાં વિદેશી મૂડીરોકાણકારો દ્વારા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી રોકાણકારોએ ૧૨૬૩ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. સરકારે એફપીઆઈ ઉપર વધારવામાં આવેલા સરચાર્જને પરત ખેંચી લીધો હોવા છતાં વિદેશી રોકાણકારો વેચવાલીના મૂડમાં રહ્યા છે. ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં એફપીઆઈ દ્વારા ઇક્વીટીમાંથી ૪૨૬૩.૬૯ કરોડ રૂપિયા પાછા ખેેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૩૦૦૦.૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જેથી આ ગાળા દરમિયાન રોકાણનો આંકડો ૧૨૬૨.૯૩ કરોડ રૂપિયાનો રહ્યો છે. બીજી સપ્ટેમ્બરના દિવસે ગણેશ ચતુર્થીના પ્રસંગે બજારમાં રજા રહી હતી. મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનામાં ૨૯૮૫.૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા.  અમેરિકી અને ચીનના ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે એફપીઆઈ દ્વારા જે નાણાં રોક્યા તેના કરતા વધુ નાણાં પાછા ખેંચ્યા છે. કેન્દ્રીય બજેટમાં કેટલીક દરખાસ્તો હતી જેમાં ઇન્કમટેક્સમાં સરચાર્જમાં અમીર લોકો ઉપર વધારો કરવામાં આવ્યો હતો. અગાઉના બે મહિનાના ગાળામાં એફપીઆઈ દ્વારા અવિરત વેચવાલી કરવામાં આવી છે. જુલાઈમાં ૨૯૮૫.૮૮ કરોડ અને ઓગસ્ટ મહિનામાં ૫૯૨૦.૦૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.

Previous articleદલાલસ્ટ્રીટની દિશાને લઇને બધા કારોબારી ઉત્સુક : આંક પર નજર
Next articleભારતનું મૂન મિશન અમારા માટે પ્રેરણાદાયકઃ નાસા