ભારત સરકારે એન્ટિગુઆને પત્ર લખ્યો,મેહુલ ચોક્સી અમને સોંપો

747

ભારત સરકારે પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી પર ગાળિયો વધારે મજબુત બનાવ્યો છે. ઈન્ટરપોલને રેડ કોર્નર નોટિસ આપ્યા વગર જ મેહુલ ચોક્સીને સોંપવાનું ભારત સરકારે એન્ટિગુઆને કહ્યું છે.

ભારતીય એજન્સીઓ દ્વારા એન્ટિગુઆને સ્પષ્ટ કહ્યું છે કે, મેહુલ ચોક્સીની ધરપકડ કરવા કે પછી તેને ભારતને સોંપવા માટે કોઈ જ પ્રકારની રેડ કોર્નર નોટિસની જરૂર નથી. આ સ્થિતિમાં ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવે તે જ યોગ્ય રહેશે. તો એન્ટિગુઆને આરસીએનમાં થઈ રહેલા વિલંબને લઈને પણ સલાવ ઉઠાવ્યાં હતાં.

સીબીઆઈએ વિદેશ મંત્રાલયને કહ્યું છે કે, ભારત ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ વગર જ ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસ કરી શકે છે. કારણ કે, આ પ્રક્રિયા માટે કોઈ અનિવાર્ય જરૂરિયાત નથી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ એન્ટિગુઆની સરકારે એ વાતની સ્પષ્ટતા કરી હતી કે, મેહુલ ચોક્સી તેના દેશમાં જ છે. અને તેને ત્યાંનું નગરિત્વ પણ મેળવી લીધું છે.

આમ મેહુલ ચોક્સી એન્ટિગુઆમાં હોવાનું જાણવા મળતાની સાથે જ ભારત સરકારે તેને સ્વદેશ પરત લાવવાના પ્રયાસ હાથ ધરી દીધા છે. હવે ગમે તે ઘડીએ મેહુલ ચોક્સીને ભારતમાં લાવવામાં આવી શકે છે.