ઇન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યા કહ્યું : ‘બાપુ માફી નહીં માંગે’

560

થોડા દિવસો પહેલાં મોરારિબાપુએ નીલકંઠવર્ણી અંગે કરેલી ટિપ્પણી બાદ ગુજરાતના ધર્મ જગતમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. મોરારી બાપુના લાડુડી વાળા નિવેદનથી નારાજ થયેલા સ્વામીનારાયણ સંપ્રદાયે મોરારિ બાપુ સામે પોસ્ટકાર્ડ યુદ્ધ શરૂ કર્યુ છે. સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક સંતોએ મોરારિ બાપુ માફી માંગે તેવી માંગણી કરી છે. આ મામલે મોરારિ બાપુ ’મિચ્છામી દુક્કડમ’ કહી ચુક્યા છે. જોકે, હવે જૂનાગઢના સાધુ સમાજમાંથી મોરારિ બાપુની તરફેણમાં રૂદ્રદેશ્વર જાગીર ભારતી આશ્રમ જૂનાગઢ અને ઘાંટવડના મહંત ઇન્દ્રભારતીબાપુ આવ્યા છે. ઇન્દ્રભારતીબાપુએ એક વીડિયોના માધ્યમથી કહ્યું છે કે’ ’મોરારી બાપુ માફી શું કામ માંગે, મોરારી બાપુ માફી નહીં માંગે અમે મોરારી બાપુને માફી માંગવા નહીં દઈએ’

ઇન્દ્રભારતી બાપુએ વીડિયોમાં કહ્યું, “સમગ્ર ગુજરાતમાં મોરારી બાપુના સત્ય નિવેદનથી સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ કહે છે કે મોરારી બાપુ માફી માંગે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ કહે છે કે મોરારી બાપુ માફી માંગે, મોરારી બાપુ શું કામ માફી માંગે? નિલકંઠ તો નિલકંઠ જ હોય અને નિલકંઠ મહાદેવ જ કહેવાય! મોરારી બાપુ અમારો બાપ છે. અમારો ધર્મ પ્રચારક છે. મોરારી બાપુ કોઈ પણ હિસાબે માફી નહીં માંગે અમે માફી માંગવા નહીં દઈએ. એમણે રાષ્ટ્રમાં ધર્મનો પ્રચાર કર્યો છે, આવા વ્યક્તિને માફી માંગવાનું કહો છો, તુચ્છ ગણો છો?

Previous articleપરિવારની સામૂહિક આપઘાતની ચીમકી બાદ પોલીસે બૂટલેગરની ધરપકડ કરી
Next articleમહેસાણા અર્બન બેંકની ચૂંટણી : વિકાસના ૧૬ અને વિશ્વાસ પેનલના ૧ ઉમેદવારની જીત