વિદ્યાર્થીનીને લિફ્ટ આપવાનું કહી નરાધમ શિક્ષકે અડપલાં કર્યા

401

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને લિફ્ટ આપવાના બહાને કારમાં છેડતી કરી હતી. જે ઘટનામાં રાંદેર પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ પીપરડીવાળા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના કેમેસ્ટ્રીના શિક્ષક કેતન સેલરે લિફ્ટ આપવાનાં બહાને વિધાર્થીનીને પોતાની વેગેનર કારમાં બેસાડી હતી અને કહ્યું હતું કે, બસ સ્ટેન્ડ પાસે ઉતારી દઈશ.

જેથી વિદ્યાર્થીની પણ કારમાં બેસી ગઈ હતી. પરંતુ ત્યારબાદ કેતનએ કારને ગૌરવ પંથ રોડ પર લઇ ગયો હતો. અને ત્યાં તેને કારમાં જ વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા હતા જેથી ડઘાઈ જઈ વિદ્યાર્થીની ત્યાંથી ભાગી ગઈ હતી. પોતાના પરિવારને સમગ્ર હકીહત જણાવતા પરિવાર દ્વારા હવસખોર શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરી હતી.

પોલીસ ફરિયાદ કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ શિક્ષકને પકડી પાડી જેલ ભેગો કર્યો છે. જયારે વધુમાં પોલીસે આરોપી શિક્ષક સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. વિદ્યાર્થીના પરિવાર દ્વારા નરાધમ શિક્ષકને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

Previous articleસુરતના અલથાણ સાંઈરામ યુવક મંડળે ગણપતિ પંડાલમાં તક્ષશિલા આર્કેડના મૃતકોને શ્રદ્ધાંજલી આપી
Next articleફાયર દ્વારા સેફટી વગરની ૧૧૦ દુકાનો સીલ કરાઈ