કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ આજે અમદાવાદ ખાતે પત્રકારો સાથે સંવાદ કરશે

531

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વખત રચાયેલી એનડીએ સરકારે પ્રથમ ૧૦૦ દિવસ પૂર્ણ કર્યા છે ત્યારે ભારતભરમાં કેન્દ્રિય મંત્રીઓ જુદા જુદા રાજ્યોમાં પત્રકાર સમ્મેલન યોજીને પ્રથમ ૧૦૦ દિવસનું સરવૈયું જનતા સામે મૂકી રહ્યા છે. જેના ઉપલક્ષ્યમાં કેન્દ્રિય કાયદો અને ન્યાય, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના અને પ્રોદ્યોગિકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ ૧૧ સપ્ટેબરના રોજ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. તેઓ મોદી સરકાર ૨.૦ ની ઉપલબ્ધિઓ દર્શાવતી પુસ્તિકા ‘જન  કનેક્ટ’ની ગુજરાતી આવૃતિનું વિમોચન કરશે. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા પત્રકાર પરિષદના સ્થળ પર જ કેન્દ્ર સરકારના ૧૦૦ દિવસમાં થયેલા કાર્યો અને પહેલો દર્શાવતુ પ્રદર્શન પણ આયોજિત કરાશે.પત્રકાર પરિષદ બાદ મંત્રી દિનેશ હૉલ ખાતે બુધ્ધિજીવીઓ સાથે વાર્તાલાપ કરશે. સાંજે તેઓ અમદાવાદ સરકીટ હાઉસ ખાતે બીએસએનએલ, એનઆઇસી, એસટીપીએલ, બીબીએનએલ અને સીએસસીના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.

Previous articleવરસાદથી તૂટેલા માર્ગોની મરામત માટે મહાનગરોને રૂ. ૨૧૬ કરોડ ફાળવાશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે