તળાજા ખાતે બારોટ સમાજ દ્વારા મહાકવિ ચંદબારોટની ૮૭૦મી જન્મજયંતિ ઉજવાશે

864

તળાજા ખાતે મહાકવિ ચંદબારોટની ૮૭૦મી જન્મજયંતિ સમસ્ત બારોટ સમાજ દ્વારા ધામધુમથી ઉજવાશે. જેમાં સરકારી કર્મચારી તમામ મહિલાઓને સન્માનિત કરાશે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન સુધીના વહીવંચા બારોટ સમાજનો મહા સાગરઘુઘવાટા કરશે. કલાકારો દ્વારા સંતવાણીના સુર રેલાશે.  સમસ્ત બારોટ સમાજનું ગૌરવ જે પૃથ્વીરાજ ચૌહાણના મિત્ર તેમના વંશલેખક અને યુધ્ધમાં ૧૬માં સમાંતની પદવી અને હિન્દી ભાષાના પ્રથમ મહાકવી એવા ચંદબરદાઈ બારોટની ૮૭૦મી જન્મ જયંતિ સમસ્ત સમાજના સહયોગથી આગામી તા. ૩૦-૯-ર૦૧૯ના રોજ સંત શિરોમણી સંત ભગવતી આશ્રમ પુજય શાન્તીબાપુના અધ્યક્ષ ઉજવાશે. જેમાં સવારથી લઈ સાંજ સુધી વિવિધ કાર્યક્રમો જેમાં વહીવંચા બારોટ સમાજના મહિલા સરકારી નારીરત્ન કર્મચારીઓને સન્માનિત કરાશે.ત ેમજ સમાજ સંગઠન વિશે વિષેશ કાર્યક્રમ તેમજ બારોટ સમાજના હાલનું ગૌરવ તેવા લોકસાહિત્યકાર ગુલાબદાન બારોટ, સચીન બારોટ, દેશ વિદેશમાં જેને મણીયારોની છાપ ધરાવતા એવા મુળુભાઈ બારોટ, પોરબંદર સંતવાણી ડાયરાનું સંકલન ધમભા બારોટ અને સાગરદાર બારોટ તેમજ રાજેશભાઈ બારોટ અમદાવાદ વાળા ઈતિહાસિક મહામહોત્સવને ગૌરવ અપાવશે. જેની નોંધ વીશ્વમાં વસતા સમસ્ત બારોટ સમાજ  તેમજ રાજપુત સમાજ ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ તમામ હિન્દુ સમાજ પણ ઉપસ્થિત રહી સહયોગ આપશે. જે સમસ્ત હિન્દુ સમાજનું ગૌરવ એ માટે લખાય છે કે ચંદબાપુ જે રાષ્ટ્ર ધર્મ, પોતાના યજમાન અને બારોટને કેવા સંબંધ હોય, મિત્ર ધર્મ પાળી પોતાના યજમાન માટે પોતાનું બલીદાન આપી હિન્દુસ્તાનની લાજ રાખી હતી. ચંદબરાઈ બારોટે છેલ્લી ઘડીયે પૃથ્વીરાજ ચૌહાણને એક જ દુહા માં કહી છે જે વિશ્વ પ્રસિદ્ય્ધ છે કે ચાર, વંશ, ચોવીીસ ગજ, અષ્ઠ અંગુલ, પ્રમાણ તા પર સુલતાન હે, મત ચુકે ચૌહાણ : જે ચંદબાપુ હિન્દુ રાષ્ટ્રનું ગૌરવની જન્મ જયંતિ ઉઝવવાનો લાભ ભાવનગર યુવા બારોટ સમાજને સમસ્ત બારોટ સમાજના સહયોગથી મળ્યો છે.

Previous articleધારેશ્વરનો ધાતરવાડી ડેમ ઓવરફલો થતા જનતાએ નવાનીરના વધામણા કર્યા
Next articleમહુવામાં મહોરમ પર્વ નિમિત્તે માતમી ઝુલુસ યોજાયું