ભાદરવી પૂનમના મેળામાં પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રી મા અંબાના દર્શને પહોંચ્યા

508

યાત્રાધામ અંબાજીમાં ૮ સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળાનો શનિવારે છેલ્લો દિવસ હતો ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. મહામેળામાં અત્યાર સુધી ૧૯ લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા છે. દૂર-દૂરથી લાખો પદયાત્રિકો માના ચરણોમાં શીશ ઝૂકાવી પાવન બન્યા હતા. જ્યારે ૨૨ લાખથી વધુ પ્રસાદીના પેકેટ્‌સનું વિતરણ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ૩ કરોડ ૬૭ લાખ જેટલી મંદિરમાં આવક થઇ છે અને ૧૨૩ ગ્રામ સોનું અર્પણ કરાયું છે.મેળાના છેલ્લા દિવસે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મા અંબાના દર્શન કરવા અંબાજી આવી પહોંચ્યા હતા. તેઓએ પરિવાર સાથે મંદિરમાં પૂજા અર્ચના કરી આરતીનો પણ લાભ લીધો. જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધજા ચઢાવવામાં આવી છે. બનાસકાંઠાના પ્રસિદ્વ યાત્રાધામ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મહામેળાનો આજે શનિવારે અંતિમ દિવસ છે. રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ લાંબી લાંબી ધજાઓ સાથે પદયાત્રા કરીને માતાના દરબારમાં આવતા હોય છે.છઠ્ઠા દિવસે બપોર બાદ ત્રિશૂળિયા ઘાટ રોડ પર પદયાત્રીઓની સંખ્યા નહિવત જોવા મળી હતી. એટલે કે પગપાળા સંઘો જય અંબેના જયઘોષ સાથે અંબાજી પહોંચી ગયા હતા. મહામેળામાં અત્યાર સુધી ૧૯ લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા છે. દૂર-દૂરથી લાખો પદયાત્રિકો માના ચરણોમાં શીશ ઝૂકાવી પાવન બન્યા હતા. કરોડો શ્રદ્ધાળુઓના દુઃખ હરનારી મા અંબાના સાનિધ્યમાં લાખો પદયાત્રિકોએ દર્શન કર્યા બાદ વતનની વાટ પકડી છે.શુક્રવારે મેળાના છઠ્ઠા દિવસે બે લાખ માઈભક્તો પગપાળા અંબાજી પહોંચ્યા હતા. છઠ્ઠા દિવસે ૨૧ ગ્રામ સોનું મા અંબાને ચડાવાયું હતું. મા અંબાને મળેલી ભેટસોગાદ અને પ્રસાદની કુલ આવક ૩.૬૭ કરોડ જેટલી નોંધાઈ છે. મેળાના છ દિવસ દરમિયાન ૮.૩૪ લાખ મુસાફરો એસટીમાં બેસી પરત રવાના થયા હતા. ૭ હજાર કરતાં વધુ ધજાઓ ચઢાવાઇ હતી.

જ્યારે આરોગ્ય વિભાગે ૨.૯૨ લાખ દર્દીઓની સારવાર કરી હતી.

ભાદરવી પૂર્ણિમાએ યાત્રાધામ શામળાજીએ ભાવી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

યાત્રાધામ શામળાજી ખાતે ભાદરવી પૂર્ણિમાના પ્રથમ દિવસથી શરૂ થતા શ્રાદ્ધ પક્ષમાં ભગવાન શામળિયાના દર્શન કરવા વહેલી સવારથી ભક્તો ઉમટયા હતા. હજારો ભક્તોએ ભગવાન શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂર્ણિમાએ જગદ જનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે. આ દિવસે લાખ્ખો માઈ ભક્તો માના ચરણોમાં શિષ ઝુકાવવા ચાલીને અંબાજી જાય છે. ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ ભાદરવી પૂર્ણિમાએ ચાલીને આવી દર્શન કરવાનું અનેરું મહત્વ છે. સામાન્ય રીતે ભાદરવા સુદ પૂર્ણિમા એટલે શ્રાદ્ધ પક્ષનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે.શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના મોક્ષ માટે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ ગણાય છે. એટલે ભાદરવી પૂર્ણિમાએ યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તો ચાલીને મોડી રાતથી જ યાત્રાધામ ખાતે આવ્યા હતા. ત્યારે મોડી રાતથી ભક્તોનું ઘોડાપુર મંદિર પરિસરમાં એકઠું થયું હતું.

અને વહેલી સવારે મંદિર ખુલતાની સાથે ભગવાન શામળાજીના દર્શન માટે લાઈનમાં જોડાયા હતા.

ભગવાન શામળાજીના દર્શન કરી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. અહીં પગે ચાલીને આવતા ભક્તો માટે રસ્તામા વિસામાઓ નું પણ આયોજન કરાયું હતું. જ્યારે ભક્તોન ધસારાને ધ્યાને રાખી મંદિર પણ તેના નિયત સમય કરતા એક કલાક વહેલું ખોલવામાં આવ્યું હતું ત્યારે આજે ભાદરવી પૂર્ણિમાએ શામળાજી ખાતે એક લાખ કરતા વધુ ભક્તો ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Previous articleહાઉસિંગ સેક્ટર માટે ૧૦ હજાર કરોડની સહાયતાની ઘોષણા
Next articleસિહોરમાં નરેન્દ્ર મોદીના આગમી જન્મ દિવસ નિમિત્તે ફ્રી થેરોપી કેમ્પનું આયોજન