‘પૈસા નથી’નું બહાનું નહીં ચાલે, ટ્રાફિક નિયમ તોડતા ડિજિટલ પેમેન્ટથી દંડ વસૂલાશે

522

કેન્દ્ર સરકારના મોટર વાહન વ્હીકલ એક્ટનો ગુજરાતમાં સોમવારથી અમલ શરૂ થઈ ગયો છે. નવા નિયમ પ્રમાણે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાય તો ૧૦૦૦ હજાર રૂપિયા દંડ થાય છે. તેમ નવા સુધારા પ્રમાણે પહેલી વખત ૫૦૦ રૂપિયા અને બીજી વખત પકડાય તો ૧૦૦૦ રૂપિયા કરવામાં આવશે. જોકે હજુ લોકો મુંઝવણમાં છે કે કેટલો દંડ ભરવો પડશે. બીજીતરફ ટ્રાફિક પોલીસ પણ આધુનીક બની રહી છે. સ્થળ પર જ દંડ વસૂલાત સમયે વાહન ચાલક કેસ પૈસા નથી એમ કહી બહાના ના બતાવતા હોય છે. આ માટે હવે ટ્રાફિક પોલીસ પણ પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા કાર્ડ સ્વાઇપ કરી દંડની વસૂલાત કરી શકે છે.

ટ્રાફિક પોલીસના જણાવ્યાં અનુસાર, પહેલા ટ્રાફિકના નિયમો તોડવા પર કેસમાં દંડ વસૂલવામાં આવતો હતો. જેનાથી ઘણીવાર પોલીસ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગતા હતા. આ વાતને ધ્યાનમાં લેતા ટ્રાફિક પોલીસ પોતાની પધ્ધતિને આધુનિક બનાવવા માંગે છે. એટલે દરેક વાહન ચાલક પાસેથી ઓનલાઇન પેમેન્ટ લઇ શકાય છે. આ માટે ૫૦૦થી વધારે કાર્ડ સ્વાઇપ મશીન લેવામાં આવશે. મશીન દ્વારા સ્પોટ ફાઇન લોકેશન રાખવામાં આવશે. સૌ પ્રથમ આ ટેકનીક અમદાવાદમાં ટ્રાય કરવામાં આવશે. અહીં સફળ થયા બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સ્વાઇપ મશીનો દ્વારા પેમેન્ટ લેવામાં આવી શકે છે.

Previous articleકાયદો લાગુ થતા જ જનતાની ઊંઘ ઉડી, પીયુસી સેન્ટર પર લાંબી લાઈનો લાગી
Next articleદ્વારકા મંદિરના ઈતિહાસમાં પ્રથમવાર બની ઘટના…તમામ ધજા એક જ પરિવારે ચઢાવી