સાવરકુંડલા DSPના અધ્યક્ષતામાં સરપંચો અને દેવીપુજક આગેવાની અગત્યની મીટીંગ યોજાઈ

528

સાવરકુંડલા ખાતે એસપી નિર્લિપરાયની સુચનાથી રાજુલા સહિત ૧૦ ગામોના સરપંચોને ડીવાયએસપીનું તેડુ, દેવીપુજકના ક્રાઈમ બાબતે  ૧૦ ગામોના આગેવાનો મળી સરપચોને સમાધાન કરાવવા આદેશે.

તા. ૧પને રવિવારના રોજ સાવરકુંડલા ડીએસપીના અધ્યક્ષતામાં અમરેલી જિલ્લાના દસ ગામના સરપંચઓ અને દસ ગામના દેવીપુજકના આગેવાનોની એક અગત્યની મીટીંગ સાવરકુંડલા મુકામે અલગ અલગ રીતે સરપંચઓ અને દેવીપુજક આગેવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવા જીણવટ ભરી ચર્ચા કરવામાં આવી હતી. અને સરપંચઓને સરપંચનો હોદ્દો બહુ મહત્વનો હોય છે ગામમાં કોઈ શંકાસ્પદ અજાણ્યા શખ્સો આવે તો પોલીસ મથકે જાણ કરવી તેવી સુચના આપવામાં આવી હતી આ મીટીંગમાં જાપોદર બાબરીયાધાર વિકટર વંડા વિરડી સહિત દસ ગામના સરપંચઓ અને દેવીપુજકના આગેવાનો હાજર રહ્યા હતાં.  બાબરીયાધારના સરપંચ અનીલભાઈ લાડુમોર તેમજ જાંપોદર સરપંચ મનુભાઈ ધાખડાને દેવીપુજકના ક્રાઈમ બાબતે વિષે વિશેષ માહિતી અપાઈ છે.

Previous articleવડાપ્રધાન મોદીના ૬૯ માં જન્મદિવસ નિમિત્તે રાણપુરમાં મેડીકલ કેમ્પ તથા બ્લડ કેમ્પ યોજાયો
Next articleવિશ્વ ઓઝોન દિવસ ઉજવણી અંતર્ગત ભારતસિંહ ગોહિલ દ્વારા વ્યાખ્યાન યોજાયું