નર્મદાનું પાણી માત્ર પાણી નહી, પારસ છે : મોદી

541

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના જન્મદિવસે કેવડિયા ખાતે ઐતિહાસિક સપાટીએ પહોંચેલી નર્મદા નીરના વધામણા કર્યા હતા અને ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા. મોદીએ નમામિ દેવી નર્મદે નીર ઉત્સવના યાદગાર બનાવી દીધો હતો. કેવડિયામાં જલસાગર અને જનસાગરનો અનોખો સંગમ આજે જોવા મળ્યો હતો. મોદીએ નર્મદા નીરના વધામણા કર્યા બાદ જાહેર સભાને સંબોધન કર્યું હતું જેમાં સરકારની વિકાસ કામગીરીની વાત કરી હતી. સાથે સાથે નવી સરકાર પહેલા કરતા વધુ ઝડપથી કામ કરશે તેવી ખાતરી પણ આપી હતી. કેવડિયા પર્યાવરણ અને ટેકનોલોજીના ઉપયોગનો સુગમ સમન્વય હોવાની વાત કરી હતી. પર્યાવરણના જતન સાથે પણ વિકાસ કરી શકાય છે તે બાબત આજે પુરવાર થઇ ગઇ છે. કેવડિયા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૭૦મા જન્મદિને નર્મદાના નીરના વધામણા કર્યાં બાદ જાહેરસભાને સંબોધન કર્યું હતું. મોદીએ નમામિ દેવી નર્મદે અને કેમ છો ટીપીકલ ગુજરાતી તરીકે સંબોધનથી જાહેરસભાની શરૂઆત કરી હતી અને આવજો કહીને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું. પીએમ મોદીએ વિશાળ જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે આ મંચ પર બેઠો હતો. થોડું મગજ મારું જૂના જમાનાની યાદોમાં જતુ રહ્યું હતું. મને મનમાં થતું હતું કે, આજે મારા હાથમાં કેમેરો હોત અને ઉપરથી દ્રશ્ય જોતો હતો કે, આજે કેવડિયામાં જલસાગર અને જનસાગરનું મિલન થયું છે. ફોટોગ્રાફી કરનારને આવું દ્રશ્ય બહુ ઓછું જોવા મળે છે. મારૂ સૌભાગ્ય છે કે, મા નર્મદાના દર્શન અને પૂજાનો અવસર મળ્યો છે. માં નર્મદાનું પાણી એ પારસ છે, જે પાણી માટીને અડે છે, ત્યારે તેને સોનુ બનાવી દે છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હું તમામ ગુજરાતીવાસીઓને નર્મદા ઉત્સવના આ પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું. દેશના ચાર રાજ્યોને જનતા અને ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. કેવડિયામાં પ્રકૃતિ અને વિકાસનો અનુભવ થયો છે અને સરદાર પટેલની ભવ્ય પ્રતિમા અમને આશીર્વાદ આપતી નજર આવે છે. વડાપ્રધાન મોદીએ  જણાવ્યું હતું કે, પહેલાં નર્મદા ડેમ ૧૨૨ મીટર ભરાયો હોય તેને મોટી સિદ્ધી મનાતી હતી. આજે ૧૩૮ મીટર ભરાવું મોટી સિદ્ધી છે. આજની સિદ્ધીએ પહોંચાડવા માટે સામાન્યમાં સામાન્ય માણસનું પણ યોગદાન રહ્યું છે. આ ઉપરાંત અનેક સંગઠનો અને સાધુ સંતોનું પણ યોગદાન રહ્યું છે. તળાવો, ઝીલો અને નદીઓ સાફ સફાઇનું કામ થઇ રહ્યું છે. આવનારા દિવસોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થવાનું છે. આજની પ્રેરણા હેઠળ જળ જીવન મિશન આગળ વધવાનું છે. લોક ભાગીદારીના પ્રયોગો, લોકભાગીદારીથી જોડાયેલા કામોને આગળ વધારવાના છે, ગુજરાતના ગામેગામમાં જનભાગીદારીથી કામો થઇ રહ્યા છે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મા નર્મદાની કૃપા થઇ રહી છે. પહેલાં સપ્તાહો સુધી પાણી મળતું ન હતું. ગોળીઓ પણ ચાલતી હતી. પાણીના રમખાણ થતા હતા. એક સમયે પાણી માટે ૧૦ કિલોમીટર સુધી ચાલતા જવું પડતું હતું અને પશુધન લઇને સેંકડો કિલોમીટર જવું પડતું હતું. મને યાદ છે વર્ષ ૨૦૦૦માં ભયંકર ગરમીમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને  વખત પાણીની ટ્રેન ચલાવી પડતી હતી. મને અહીંની જવાબદારી આપી હતી, ત્યારે તે પડકાર હતો. ડેમ, કેનાલ, સિંચાઇ માટે આગળ વધાવવાનું હતું. ૧૫૦ કિ.મી. જ કામ થયું હતું, સિંચાઇનું કામ અટકી પડ્‌યું હતું પણ ગુજરાતના લોકોએ હિંમત ન હારી. આજે સિંચાઇનું વ્યાપક નેટવર્ક ૧૦૦ ગુણી જમીન સિંચાઇના દાયરામાં લાવી દીધું છે.પહેલાં ૧૪,૦૦૦ હેક્ટરમાં સિંચાઇની સુવિધા હતી અને માત્ર ૮,૦૦૦ ખેડૂતો લાભ લેતા હતા. ટપક સિંચાઇ, માઇક્રો સિંચાઇનું ધ્યાન આપ્યું હતું. હવે ૧૨ લાખ ખેડૂતોને લાભ મળી રહ્યો છે.

નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાના ખેડૂતોના કારણે શક્ય બન્યું, માઇક્રો ઇરીગેશનના કારણે ૫૦ ટકા પાણીની બચત થઇ, ૨૫ ટકા ફર્ટીલાઇઝરનો બચત થઇ, વીજળીની બચત થઇ. કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું ત્યારે મેં કહ્યું હતું કે, નર્મદા પારસ સાબિત થશે અને આજે ગુજરાત માટે નર્મદાનું પારસ સિદ્ધ થઇ રહ્યું છે. નર્મદાનું પાણી નહીં પણ પારસ છે, પાણી માટીને અડે છે, ત્યારે સોનું બનાવી દે છે. ૨૦૦૧માં ગુજરાતમાં ૨૬ ટકા ઘરોમાં નળથી પાણી આવતું હતું, આજે ૭૮ ટકા ઘરોમાં નળથી પાણી આવી છે. હર ઘર જલનો લક્ષ્યાંક પાર કરવાનો છે. પહેલાં ખેડૂત પારંપારિક પાક લેતા હતા. હવે હોર્ટીકલ્ચર, બાગાયત જેવી ખેતી કરી રહ્યા છે. સિંચાઇના કારણે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા સરકાર અનેક કદમ ઉઠાવી રહી છે. કેટલાક દિવસો પહેલા દુકાનદારો અને વેપારીઓ માટે પેન્શન યોજના શરૂ કરી છે, હવે ખેડૂતો માટે પણ થશે ઘોઘો, દહેજ, ફેરીનો ૧૭૦૦૦ ગાડીઓ ટ્રાનસ્પોર્ટ થઇ છે. સાડા ત્રણ લાખ લોકોએ રો-રો ફેરીનો ઉપયોગ કર્યો છે, આ સુવિધાથી સમય બચ્યો છે અને સુવિધા વધી છે. પર્યાવરણ બચ્યું છે. આર્થિક ફાયદો પણ થયો છે. ટુરીઝમની વાત આવે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને માત્ર ૧૧ માસ થયા છે, ત્યારે ૨૩ લાખથી વધુ પર્યટક સરદાર પટેલ સ્ટેચ્યુ જોવા આવ્યા છે, પ્રતિદિન ૮૫૦૦ ટુરીઝમ આવે છે, જન્માષ્ટમીના દિવસે ૨૪ હજાર લોકો પર્યટક આવ્યા હતા. આવનારા સમયમાં નવા પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે રોજગારી વધુ ઉભી થશે, લોકોને ચાર દિવસ રહેવાનું મન કરશે તેવું ટુરીઝમ સરદાર સ્ટેચ્યુ બનશે. આ દેશને પ્લાસ્ટિકથી બચાવવાનું છે. આખો દેશે તેના માટે પ્રયાસ કર્યો છે, અમારૂ જળ અને જમીન પ્લાસ્ટિકથી મુક્ત રહે તેવી દરેક નાગરીક સંકલ્પ કરે. આજનો દિવસ સરદાર સાહેબ અને એકતા દિવસ માટે સ્વર્ણિક પૃષ્ઠ લખાયો હતો, ૧૯૪૮માં હૈદરાબાદનો વિલય આજે થયો હતો. હૈદરાબાદનું દેશની પ્રગતિમાં મોટુ યોગદાન છે. જો સરદાર પાસે આ કામ ન હોત તો ભારતનો નકશો અલગ હોત એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન જોઇ રહ્યું છે. જે કામ અધુરા રહી ગયા છે, તે કામ પુરું સરકાર પૂરા કરશે. જમ્મુ કાશ્મીરથી સરદાર દસકો પુરાણી સમસ્યાનો અંત આવ્યો છે અને ભારતની એકતા માટે તમારો આ સેવક પૂરા પ્રતિબદ્ધ છે, ૧૦૦ દિવસોમાં મોટા ફેંસલા લેવાયા છે. છેલ્લે મોદીએ આવજો કહી પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું.

Previous articleમોદીએ બટરફલાય ગાર્ડનમાં પતંગિયાને ઉડાડીને મુકત કર્યા
Next articleનારાયણ સાંઇ દુષ્કર્મ કેસ : હાઇકોર્ટે નારાયણ સાંઈની અપીલ દાખલ કરી