ગ્લાસ કંપનીમાં ૪૦ લોકોનાં ટોળાએ લૂંટનાં ઈરાદે હુમલો કર્યો, ૩ સુરક્ષાકર્મીનાં મોત

377

ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની પી.જી. ગ્લાસ પ્રાઇવેટ લિ. નામની બંધ પડેલી કંપનીમાં ૪૦ જેટલા લૂંટારા લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા. અને ૬ જેટલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાં ૩ સિક્યુરિટી ગાર્ડના મોત નીપજ્યા છે. ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. કોસંબા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ છે.

ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની શ્રીજી ગ્લાસ કંપનીમાં મંગળવારે મોડી રાત્રે ૪૦ જેટલા લૂંટારૂઓ ધૂસી ગયા હતા. અને ૬ જેટલા સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને માર માર્યો હતો.

જેમાં બે સિક્યુરિટી ગાર્ડના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ૪ સિક્યુરિટી ગાર્ડ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું હતું. હાલ ૩ સિક્યુરિટી ગાર્ડ સારવાર હેઠળ છે, જે પૈકી ૨ સિક્યુરિટી ગાર્ડની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીવાયએસપી એ.એલ. ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

૪૦ જેટલા લોકો લૂંટના ઇરાદે કંપનીમાં ઘૂસ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. જોકે પોલીસે આ મામલે કંપનીની આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી અને અને સારવાર લઇ રહેલા સિક્યુરિટી ગાર્ડના નિવેદન પણ લેવામાં આવશે.

Previous articleપીએસઆઈ સ્યુસાઈડ કેસઃ પોતાની સર્વિસ પિસ્તોલ આપનાર પોલીસકર્મી સસ્પેન્ડ
Next articleઅંગત સેવક સરકારી કર્મચારીની કબૂલાત..! ધનજી ઓડે રૂપિયા લીધા મેં રશીદ આપી