પીયૂસી સેન્ટરો પર ઉઘાડી લૂંટ…!

471

વાહન વ્યવહાર ટ્રાફિકને લઈને સરકારમા નવો કાયદો અમલમાં આવ્યો છે. ત્યારે રાજ્યની જનતા મુશ્કેલીનો સામનો કરતી હોય તેવું દેખાઈ રહ્યય છે.રાજ્યની જનતાને નોટબંધીનો સમય યાદ આવી ગયો છે. કેમ કે ગુજરાત સરકાર દ્વારા કોઈ અગમ પગલાં લીધા વિના કાયદો લાગુ કરી દેવામાં આવ્યો. પરંતુ સરકરે એ ધ્યાન ના આપ્યું કે આમાં જનતા ને કેટલી મુશ્કેલી થશે.૧૬ સપ્ટેમ્બર થી નિયમ લાગુ કરી દેવામાં આવ્યો હતો પરંતુ સરકારે પોતાની નિષફળતા છુપાવવા માટે નવા નિયમ લાગુ કરવામાં મુદ્દતમાં વધારો કરી દેવામાં આવ્યો

ટ્રાફિકના નવા નિયમો લાગુ થવાથી પબ્લિક પરેશાના છે.પરંતુ આ નવા નિયમથી ઘણા લોકોને ઘી કેળાં પણ છે. જેવી રીતે નવા નિયમમાં પી.યુ.સી નહિ હોય તો ભારે દંડ વસુલ કરવામાં આવશે. આથી જે લોકો પાસે પી.યુ.સી નોહતું તે લોકો પી.યુ.સી કઢાવવા લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેલા જોવા મળે છે.અને આનો લાભ પી.યુ.સી સેન્ટરો વાળા ડબલ રૂપિયા લઈ જનતાની મજબૂરી નો ફાયદો ઉઠવતા જોવા મળ્યા છે.

ગાંધીનગરમા આવેલ સેક્ટર ૨૬મા રિદ્ધિ પી.યુ.સી સેન્ટર ઉપર ટૂ વિહલરના પીયૂસી કરવામાં ૨૦ રૂપિયાની જગ્યાએ ર્૫ રૂપિયા વસુલવામાં આવ્યા હતા.મીડિયા દ્વારા ગાંધીનગર આર.ટી.ઓ.ઇન્સ્પેકટર ડી.એમ.પટેલ ને પૂછવામાં આવ્યું ત્યારે એવું જણાવ્યું કે હા આવી વાતો આવી છે પરંતુ ગઈ કાલે અમારા ઇન્સ્પેકટર ગયા હતા પણ ત્યાં આવું કાંઈ છે નહીં. પરંતુ જ્યારે મીડિયા દ્વારા પ્રુફ બતાવવામાં આવ્યું ત્યારે એમના ચહેરા ઉપર એક અલગ ભાવ જોવા મળ્યો અને કહ્યું કે હા મને તમે આ પ્રુફ ઈમેલ કરો હું કાર્યવાહી કરીશ.ત્યારે સવાલ હવે એ છે કે કાર્યવાહી જે થાય તે બરાબર છે.પરંતુ અત્યાર સુધી જનતાના કેટલા રૂપિયા ખંખેરાઈ ગયા..? આ નવા નિયમથી  આવા ભ્રષ્ટ લોકોને અત્યારે ઘી કેળાં થઈ ગયા છે તે સ્પષ્ટ છે..  ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આર.ટી.ઓ.અધિકરી ક્યારે શિક્ષાત્મક  પગલાં ભરશે..? શુ કચેરી દ્વારા બીજા સેન્ટરો ઉપર ધ્યાન રાખવામાં આવશે ..? કે પછી હજુ જનતા લૂંટાશે..? શુ મીડિયાને જ કચેરીનું ધ્યાન દોરવાનું..? કે પછી જવાબદારી સમજી કચેરી ધ્યાન રાખશે..?

Previous articleશેરબજારમાં દિવાળી ૧૯૨૧ પોઇન્ટ ઉછાળો
Next articleમીડિયા એ રાષ્ટ્રની ચોથી જાગીર છે : વિજય રૂપાણી