પુત્રની સારવાર માટે બચાવેલા રૂપિયા તસ્કરો ચોરી કરી ફરાર

477

શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારના એક વર્ષના પુત્રની થેલેસેમિયાની બીમારીની સારવાર માટે બચાવેલા રૂપિયા તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા છે. પુત્રની સારવાર માટે પરિવાર બચત કરતો હતો પરંતુ તસ્કરો બચતની રકમ ચોરી કરી પલાયન થઈ જતાં સમગ્ર પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે. વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ સુરેન્દ્રનગરના લખતર તાલુકાના સાકર ગામના સઈદભાઈ અબ્બાસભાઈ બેલીમ ફતેવાડી કેનાલ પાસે ફરહીન રો હાઉસમાં પત્નિ યાસ્મીનબાનુ અને બંને બાળકો સાથે રહે છે.

એક વર્ષનો પુત્ર સમીર થેલેસેમિયાના રોગથી પીડાય છે અને સારવાર સિવિલ હોસ્પીટલમાં ચાલી રહી છે. તેને લોહી ચડાવવાનું હોવાથી તેને દાખલ કરવામાં આવ્યો હતો અને માતા પિતા તેની સાથે જ હોસ્પિટલમાં હતા. સવારે તેમની બહેન જાહરાબેનનો ફોન આવ્યો હતો કે ઘરના પાછળનો દરવાજા ખુલ્લો છે અને બારી પણ તુટેલી જાવા મળે છે જેથી શહીદભાઈ તાત્કાલિક ઘરે આવ્યા હતા ઘરમાં જાતા જ પાછળનો દરવાજા ખુલ્લો હતો અને રૂમમાં મુકેલી લોખંડની તીજારી પણ તુટેલી હાલતમાં જાવા મળી હતી અને ઘરમાં પડેલો માલ સામાન વેર વિખેર જાવા મળ્યો હતો. પુત્રની સારવાર માટે શહીદભાઈબચત કરતા હતા અને તેમણે આ માટેની રકમ પણ ભેગી કરી હતી. તીજારીમાં સોના-ચાંદીના દાગીના ઉપરાંત રૂપિયા રોકડ રકમ સહીત ૨.૫૭ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરીની આ ઘટનાથી પરિવાર માનસિક રીતે ભાંગી પડયો છે.

Previous articleપીપલોદ ખાતે ફેમીલી સ્પામાં આગ લાગતા ભાગદોડ મચી
Next articleઆનંદનગરમાં બર્થ-ડે પાર્ટીમાં છાકટા બનેલા યુવકોએ હવામાં ફાયરિંગ કર્યું