ડુંગળી આમ આદમીને રડાવશેઃ ભાવ ૮૦થી ૯૦ રૂપિયે કિલો પહોંચ્યા

313

ફરી એક વખત ડુંગળીના ભાવોમાં થઈ રહેલા વધારાના કારણે લોકોની આંખમાં આંસુ આવી રહ્યા છે. એક સપ્તાહમાં જ ડુંગળીના ભાવ બમણા થઈ ચુક્યા છે.એક કિલો ડુંગળી એક અઠવાડિયા પહેલા ૪૦ થી ૪૫ રુપિયે વેચાતી હતી.આજે દેશના કેટલાક હિસ્સાઓમાં તેનો ભાવ વધીને ૮૦ થી ૯૦ રુપિયા સુધી પહોંચી ચુક્યા છે.

એક અહેવાલ પ્રમાણે ડુંગળી પકવતા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે સપ્લાય ઓછો આવી રહ્યો છે.જેના કારણે ભાવમાં ઝડપથી ઉછાળો આવ્યો છે.કર્ણાટક, મહારાષ્ટ્ર, અને દક્ષિણ ભારતના બીજા રાજ્યોમાંથી ઉત્તર ભારતમાં ડુંગળીના સપ્લાય પર અસર પડી છે.

જાણકારોને કહેવા પ્રમાણે ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહ સુધી ડુંગળીના ભાવોમાં તેજી યથવત રહેશે. આ પ્રકારની તેજી ૨૦૧૫માં જોવા મળી હતી.તે વખતે પણ પૂરના કારણે ડુંગળીના પાકને નુકસાન થતા પ્રતિ કિલો ભાવ ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

Previous articleબાબરી મસ્જિદ વિધ્વંસ કેસઃ પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ કલ્યાણસિંહને કોર્ટનું સમન્સ
Next articleકોંગ્રેસ બે ઑક્ટોબરે દેશભરમાં પદયાત્રા : સોનિયા ગાંધી કાર્યકર્તાઓને શપથ અપાવશે