સુરતમાં દિવ્યાંગ બાળકોનો ફેશન શૉ યોજાશેઃ મુખ્યમંત્રી રૂપાણી રહેશે હાજર

478

આગામી ૨૭મી સપ્ટેમ્બરના રોજ દિવ્યાંગ બાળકોના ફેશન શોનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના માહનુભાવો હાજર રહેશે. મુખ્યમંત્રીની સાથે તેમના પત્ની, ગૃહમંત્રી, બોલિવૂડ એક્ટ્રેસ શમીતા શેટ્ટી પણ હાજર રહેશે.

ડુમસ રોડ પર આવેલા અવધ ઉટોપીયા ખાતે ગોલ્ડન ચેરીયોટ અને અમરદીપ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી ૨૭ સપ્ટેમ્બરના રોજ એમ્પાવર ડિવિનીટી ચેરીટી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૬ જેટલા દિવ્યાંગ બાળકો રેમ્પ વોક કરશે. જેના માટે કોરિયોગ્રાફર પાસે ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ ફેશન શો દ્વારા દિવ્યાંગ બાળકોને એક એલગ પ્લેટફોર્મ આપવાનો મુખ્ય હેતું છે. આ ફેશન શોમાં ફિઝીકલી ડિસેબલ, બ્લાઈન્ડ અને સ્લમ વિસ્તારના બાળકો સાથે વિવિધ ક્ષેત્રમાંથી આવતા વિશિષ્ઠ વ્યક્તિઓ રેમ્પ વોક કરશે. આ સાથે જ આંતરિક શક્તિઓને બહાર લાગી શ્રેષ્ઠ કામગીરી કરી અન્ય મહિલાઓને પણ રોજીરોટી આપનાર ૧૦ મહિલાઓનું સન્માન પણ કરવામાં આવશે.

Previous articleવડોદરામાં દારૂની પાર્ટી પર પોલીસ ત્રાટકીઃ મહેફિલ માણતા ૩૫ ઝડપાયા
Next articleકેવડિયાની એકતા નગરીના તમામ પ્રોજેક્ટ સોલાર સિસ્ટમથી ચાલશે