ઝારખંડમાં મોબ લિચિંગઃ ટોળાએ માર મારી યુવકની હત્યા કરી,બે ઘાયલ

324

ઝારખંડના ખુન્તી જિલ્લામાં એક આદિવાસીને હિંસક ટોળાએ માર માર્યો હતો. તે ઈસાઈ ધર્મનો માનનાર હતો. તેની સાથે વધુ બે લોકોને માર મારવામાં આવ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

પોલીસે આ કેસમાં આશરે અડધો ડઝન લોકોને અટકાયતમાં લીધા છે. તેમાંથી કેટલાક બજરંગ દળના કાર્યકરો હોવાનું કહેવાય છે. મામલો ગૌહત્યા ઉપર મોબ લિંચિંગનો છે. આ ઘટના કારા પોલીસ સ્ટેશન વિસ્તારના જલતાતા સુરી ગામની છે.

ગામના લોકોને બાતમી મળી હતી કે નદી કિનારે ગૌતસ્કરી કરવામાં આવી રહી છે. બાતમી મળતાં આસપાસના ગ્રામજનો ભેગા થઇ ગયા હતા અને નદી પાસે પહોંચતાની સાથે જ તેઓએ કેટલાક લોકોને ત્યાં ગૌતસ્કરી કરતા જોયા હતા. આ સમયે ગુસ્સે ભરાયેલા ટોળાએ ત્રણ લોકોને પકડ્યા હતા અને ઉગ્ર માર મારવાનું શરૂ કર્યું હતું. બાતમી મળ્યા બાદ કારા પોલીસ મથકે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઘટના સ્થળે પહોંચી હતી અને મધ્યસ્થીનો બચાવ કરતાં ત્રણ ઇજાગ્રસ્ત યુવકોને પોતાના કબજામાં લીધા હતા. ઇજાગ્રસ્ત ત્રણેયને પ્રાથમિક સારવાર માટે કરરા લાવવામાં આવ્યા હતા, જ્યાંથી બેને વધુ સારી સારવાર માટે રિમ્સ રિફર કરાયા હતા. રિમ્સ ખાતે સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું હતું.

મૃતકની ઓળખ લાપુંગ પોલીસ સ્ટેશનના ગોપાલપુરમાં રહેતા કલન્ટસ બાર્લા તરીકે થઈ હતી. ઘાયલ ફિલિપ હોરો અને ફાગુ કચ્છપ સ્થાનિક કરરાના રહેવાસી છે. આ કેસમાં પાંચ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. ડીઆઈજી વેણુગોપાલ હોમકર ખુદ સ્થળ પર પહોંચી ગયા છે અને આ મામલાની તપાસ કરી રહ્યા છે.

Previous articleટેક્સ રેટમાં કાપ : બજારમાં ૧૧ ટકાનો ઉછાળો આવશે
Next articleચીન-અમેરિકા કરતા વધુ ઝડપે વિકાસ કરી રહ્યું છે ભારતઃ ગડકરી