આધેડ સાથે ઝપાઝપી કરનાર ટ્રાફિક વૉર્ડન ૩૦ દિવસ માટે સસ્પેન્ડ

366

રાજકોટમાં ફરીથી ટ્રાફિક પોલીસ અને વૉર્ડનની દાદાગીરી સામે આવી છે. શહેરના લીમડા ચોક વિસ્તારમાં ટ્રાફિક વૉર્ડન અને જવાને સિનિયર અધિકારીની હાજરીમાં એક આધેડ સાથે ઝપાઝપી કરી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો ઉતારનાર શખ્સ કૉંગ્રેસનો કાર્યકર્તા હોવાનું કહી રહ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસના આદેશ આપ્યા હતા.

પોલીસે આ મામલે ઝપાઝપી કરનાર ટ્રાફિક વૉર્ડનને ૩૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યો છે જ્યારે ટ્રાફિક પોલીસના જવાનની બદલી કરી છે.

આ મામલે રાજકોટના ટ્રાફિક પોલીસના મદદનીશ કમિશનર એસ.ડી. પટેલે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે ’ટ્રાફિક વૉર્ડન શક્તિસિંહે હોન્ડા ચોરી કર્યાની શંકાએ એક વ્યક્તિ સાથે ઝપાઝપી કરી હતી.

આ મામલે એલ.આર ધર્મેન્દ્ર દેવશી તેમજ શક્તિસિંહે એક વ્યક્તિને પોલીસ મથકે લઈ જવા માથાકુટ કરી હતી. આ ઘટનામાં પોલીસના ઝૉન-૨ના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઇન્ક્‌વાયરી કરી હતી. ’

Previous articleતળાવમાં ન્હાવા પડેલા પાંચ લોકો ડૂબ્યા, પિતા-પુત્રનું મોત
Next articleકેવડિયા ખાતે ૩૧ ઓક્ટોબરે પીએમની હાજરીમાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ યોજાશે