અબડાસાના ધારાસભ્ય પ્રધુમન સિંહએ જાહેરાત છપાવીને ભાજપા નેતાઓનો આભાર માન્યો

470

ગુજરાત વિધાનસભામાં ૬ પેટાચૂંટણીઓની બેઠકોને લઇને કોંગ્રેસ અને ભાજપ હાલ એક્શન મોડમાં છે. દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસ તૂટવાના સંકેત દેખાઇ રહ્યા છે. ગુજરાતના અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રધુમન સિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માનતી જાહેરાત ન્યુઝ પેપરમાં આપી હતી. જેના કારણે રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોને કોંગ્રેસ ચૂટવાના સંકેત દેખાઇ રહ્યા છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે, અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રધુમન સિંહ જાડેજાએ તેમના વિસ્તારના વિવિધ રોડ રસ્તાના કામ માટે ૭૧.૭૭ કરોડ મજુર કરવામાં આવતા તેઓ ભાજપ સરકારથી ખુશ જણાયા હતા. તેમની ખુશીમાંને ખુશીમાં તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માનતી જાહેરાત એક ન્યુઝ પેપરમાં છપાવી હતી. આ જાહેરાતમાં પ્રધુમન સિંહ જાડેજાએ રાજય સરકાર કચ્છ ભાજપના નેતાઓનો પણ આભાર માન્યો હતો. જેના કારણે તેઓ વિવાદમાં આવી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રધુમન સિંહ જાડેજા ભાજપની સરકાર અને મુખ્યમંત્રી વખાણ કરી ચુક્યા છે. પરંતુ આ વખતે ચૂંટણી નજીક હોવાના કારણે તેમની આ હરકતના કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બની ગયા હતા.

Previous articleટ્રાફિકનાં નિયમનાં વિરોધમાં મહિલા કોંગ્રેસનો તપેલા પહેરી વિરોધ, ૮ની અટકાયત
Next articleહોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા હોબાળો, પરિવારજનો ધરણા પર બેઠા