ડેન્ગ્યુથી કેદીનું મોત થતા આરોગ્ય વિભાગ જેલની મુલાકાતે, મચ્છરના લારવા દેખાયા

353

સેન્ટ્રલ જેલમાં કેદીઓમાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય તેના અટકાયતી ૫ગલારૂપે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલની સુચના અનુસાર આરોગ્ય અઘિકારી ડો.પંકજ રાઠોડના માર્ગદર્શન હેઠળ બાયોલોજીસ્ટ તથા સેન્ટ્રલ ઝોન મેલેરિયા શાખાની ટીમ દ્વારા સેન્ટ્રલ જેલ પ્રિમાઇસીસની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં દરેક બેરેકમાં કેદીઓ દ્વારા ભરવામાં આવતા પીવાના પાણીના માટલાઓ, ડોલ, સિમેન્ટની ટાંકી, ૫ક્ષીકુંજ વગેરેમાં મચ્છર ઉત્પતિ મળી આવી હતી.ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ આ જેલમાં ડેન્ગ્યુને કારણે એક કેદીનું મોત નીપજ્યું હતું.

દરેક બેરેકમાં જેલના કેદીઓને મચ્છર ઉત્પતિ અંગે આરોગ્યલક્ષી શિક્ષણ અપાયું. માટલા, પાણીની ડોલ તથા પાણીના પાત્રોમાં મચ્છરના લારવાનું પ્રત્યક્ષ નિર્દેશન કરાયું. દરેક તમામ કેદીઓને સમૂહમાં આરોગ્યલક્ષી શિક્ષણ આ૫વામાં આવ્યું. જેલની દરેક બેરેક, રસોડા, પાણી ભરવાના સ્થળોને વાહકજન્ય રોગચાળાના સ્ટીકર લગાડવામાં આવશે. દર પંદર દિવસે મેલેરિયા સ્ટાફ દ્વારા જેલમાં વાહકજન્ય અટકાયતી ૫ગલારૂપે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે

Previous articleગાંધી જયંતિથી ૩૧ ડિસેમ્બર સુધી ખાદીના છૂટક વેચાણ પર ૨૦ ટકા વળતર અપાશે
Next articleસુરત જિલ્લાના કામરેજ પંચાયતમાં તલાટી-સરપંચની જુગલ જોડીનું કરોડોનું કૌભાંડ.!