અતિવૃષ્ટીને કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું આવતા ભાવ વધ્યાઃ રાદડિયા

454

રાજકોટ આઇટીઆઇ કોલેજ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ડુંગળીના વધતા ભાવને લઇ તેઓએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટીને કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું આવતા ડુંગળીના ભાવ વધ્યા છે. સરકાર સ્ટોક અંગે તપાસ કરશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો નોંધાયો છે.

અહીં ૧૨૦૦ કટા ડુંગળીની આવક થઇ છે. એક મણે ડુંગળીના ભાવ ૧૦૦ રૂપિયા ઘટ્યા છે. હાલ એક મણ ડુંગળીના ૬૫૦થી ૭૫૦ રૂપિયા મળી રહ્યા છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ અંગે બેઠક મળી હતી. વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક મળી. ડુંગળીના વધતા ભાવને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને ડેપ્યુટી કલેક્ટરે ડુંગળીનો સંગ્રહ ન કરવા સૂચના આપી હતી.

મગફળીના ટેકાના ભાવ અંગે જચયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સરળતા રહે તે માટે એક મણ મગફળીનો ટેકાનો ભાવ ૧૦૧૮ નક્કી કરવામાં આવ્યો છે. આ વર્ષે ૨૫ લાખ ટન મગફળીના ઉત્પાદનની શક્યતા છે. ૧ તારીખથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને લાભપાંચમથી ખરીદી શરૂ કરવામાં આવશે. ડુંગળીના ભાવ વધી રહ્યા છે તે અંગે રાજ્ય સરકાર વિચારણા અને તપાસ કરશે.

Previous articleયુપી : પેટાચૂંટણીમાં ભાજપ  તમામ ૧૧ બેઠકો પર લડશે
Next articleપ્રસૂતા મોત કેસઃ ડોક્ટર અને આસિસટન્ટ વિરુદ્ધ સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો