ભાવનગરની શાકમાર્કેટ થયેલી મારમારી કેસમાં પાંચ આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સખ્ત કેદની સજા

513

સાડા ત્રણ વર્ષ પુર્વે ભાવનગર શહેરના શાક માર્કેટ ડિસ્ટ્રીકટ બેંક પાસે રીક્ષા મુકવાની નજેવી બાબતે માર મારી થઈ હતી. આ ગુનામાં એક સગીર સહિત ૬ સામેગુનો નોંધાયો હતો આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને લઈ પાંચ આરોપીઓ સામે ઈપીકો કલમ ૩ર૬નો ગુનો સાબીત માની તમામ આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જ યારે આ ગુનામાં સગીર સામે કેસ ચલાવવાનો બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય પુર્વે ભાવનગર શહેરના પથીકાશ્રમ પાસે રીક્ષા મુકવા બાબતે મહેબુબભાઈ અને મુનાફભાઈ સાથે લતીફભાઈને બોલચાલી થયેલી તેના સમાધાન માટે મુનાફભાઈનો મીત્ર હિતેષ ઉર્ફે હિતો દામજીભાઈ રાઠોડ ગત તા. ર૭-૧ ર૦૧૬ના રોજ ભાવનગર શહેરની શાકમાર્કેટ, ડિસ્ટ્રીકટ બેંક નાગરિક બેંક, પાસે ગયો હતો તે વેળાએ આ કામના  આરોપીઓ લતીફભાઈ ઉર્ફે માથાળો જાહીદ રફાઈ, ઈમરાન ઉર્ફે જીવો જાહીદભાઈ રફાઈ, શકીલ હનીફભાઈ રફાઈ, સોયબ જાહિદભાઈ રફાઈ, સલીમ ઉર્ફે મામુ અબ્બાસભાઈ શેખ અને એક સગીર સહિતના આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ એક સંપ કરી હિતેષ ઉર્ફે હિતો દામજીભાઈ રાઠોડ ઉપર લાકડી, ધોકા, છરી તલવાર સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં હિતેષભાઈને ઈજા પહોંચાડી હતી.

આ બનાવ અંગે ઈજાગ્રસ્ત હિતેષ રાઠોડના ભાઈ રાજેશ  સ્થાનિક સી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગેો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઈ પાંચ આરોપીઓ સામે ઈપીકો ૩ર૬નો ગુનો સાબીત માની તમામ આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જયારે આ ગુનામાં સગીર સામે કેસ ચલાવવાનો બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Previous articleમહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી  રૂા.રપ.ર૦ કરોડનાં વિકાસના કામોને મંજુરી
Next articleભાવનગર જિલ્લામાં અર્ધો થી એક ઈંચ વરસાદ