ભાવનગર જિલ્લામાં અર્ધો થી એક ઈંચ વરસાદ

458

ભાવનગર જિલ્લાના ઘોઘા અને મહુવામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. જયારે જિલ્લાના અન્ય તાલુકાના હળવા-ભારે ઝાપટાથી લઈ અર્ધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.  ભાવનગર શહેર-જિલ્લામાં આજે બપોર બાદ ફરી વરસાદી માહોલ ઉભો થયો હતો અને જિલલાભરમાં અર્ધાથી એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

આજે સોમવાર સાંજના ૬ વાગ્યા સુધીમાં ઉમરાળા ૧પ મી.મી. ઘોઘામાં રર મી.મી. જેસરમાં ૮ મી.મી. તળાજામાં પ મી.મી., પાલિતાણામાં પ મી.મી. ભાવનગર શહેરમાં ૬ મી.મી. મહુવામાં ર૪ મી.મી., વલભીપુરમા ૩ મી.મી. અને સિહોરમાં ૯ મી.મી. વરસાદ નોંધાયો છે.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩ર.૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન રપ.૦ ડિગ્રી નોંધાયું હતું જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને પવનની ઝડપ ર૦ કિ.મી. પ્રતિકલાકની રહી હતી.

Previous articleભાવનગરની શાકમાર્કેટ થયેલી મારમારી કેસમાં પાંચ આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સખ્ત કેદની સજા
Next articleભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં ઠરાવોને સર્વાનુમતે મંજુરી