ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં ઠરાવોને સર્વાનુમતે મંજુરી

423

ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં શહેરના બોરતળાવની હદ નક્કિ કરવા અને બોરતળાવની હદમાં થયેલા ગેરકાયદેસર દબાણ અંગે વિરોધપક્ષના નેતા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

મેયર મનહરભાઈ મોરીના અધ્યક્ષ સ્થાને મળેલી સાધારણ સભામાં વિરોધપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલે  બોરતળાવ ઓવરફલો થયું છે ત્યારે તેની હદની માપણી કરવા અને ગેરકાયદેસર દબાણ દુર કરવા રજુઆત કરી હતી. આ ઉપરાંત મહાપાલિકામાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા તથા બઢતી કરવા અંગેના નિયમ અંગે સભ્યોએ સવાલ કર્યા હતાં.

સાધારણસભામાં રજુ થયેલ કર્મચારીને આર્થિક સહાય ચુકવવા, તાલુકા પંચાયત કચેરીની વધારાની જમીનનો કબ્ઝો મેેળવવા, સંગલ યુથ પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા કાપડની થયેલીનો ઉપયોગ વધારવા પ્રોત્સાહક પગલા ભરવા, ભરતી અને બઢતીના નિયમમાં ફેરફાર કરવા, ગંગાજળીયા તળાવમાં તૈયાર થયેલ પાર્કિંગ બિલ્ડીંગમાં વાહન પાર્કિંગ માટે ઈજારો આપવા સહિતના સાત જેટલા ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતાં.

Previous articleભાવનગર જિલ્લામાં અર્ધો થી એક ઈંચ વરસાદ
Next articleચાવડી ગેટ પાસે યુવાનની હત્યા કરનારા બે શખ્સોની ધરપકડ