ભાવનગરની દીકરીએ દિલ્હીમાં મિસિસ ઈન્ડિયા ફિટેસ્ટ બોડી, મિસિસ ઈન્ડિયા ઈન્ટેલિજન્ટ વુમન ૨૦૨૧નો ખિતાબ જીત્યો

169

કલાનગરી તરીકે ઓળખાતા શહેર ભાવનગરની એક દીકરીએ સ્વપ્ન જોયું કે તે ફેશન ઇન્ડસ્ટ્રીમાં કઈ કરી બતાવવા માંગે છે અને તેણે નેશનલ લેવલની એક ફેશન પેજન્ટ ઇવેન્ટ માટે ઓડિશન આપ્યું. દિગવાસા ગોહિલ સિંગ કે જેઓએ દિલ્હી ખાતે યોજાયેલ આ નેશનલ લેવલની પેજન્ટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો જ્યાં તેને મિસિસ ઇન્ડિયા ફિટેસ્ટ બોડી અને મિસિસ ઇન્ડિયા ઇન્ટેલિજન્ટ વુમન ૨૦૨૧ના ખિતાબ જીત્યો હતો. છેલ્લા બે વર્ષથી કોરોનાના પુરા વિશ્વમાં આવેલા કહેરના કારણે સૌ પોત પોતાના ઘરમાં રહીને આ રોગ ના થાય અને પરિવારની સ્વસ્થતા જળવાઈ રહે તેવા ઉપાયો કરતા હતા. આ લોકડાઉનના સમયમાં લોકોએ પોતાના પરિવાર સાથે જ સમય વિતાવ્યો અને પોતાના શોખ ઘરે બેઠા કઈ રીતે પુરા કરી શકે તેવા પ્રયોગો કર્યા. કોરોના ની રસી ની શોધ થઈ અને ભારતમાં રસીકરણ બાદ લોકડાઉન ખુલ્યું ત્યારે મહિલાઓ પણ પરિવારની જવાબદારીઓની સાથે સાથે પોતાના શોખ પણ પુરા કરી શકે તે માટે દેશ માં અલગ અલગ કાર્યક્રમો ચાલુ થયા. આ નેશનલ લેવલની પેજન્ટ ગત ઓગસ્ટ માસના રોજ હયાત રેજન્સી દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં અલગ અલગ રાજ્યો માંથી ૩૦ જેટલા સ્પર્ધકો ફાઈનલમાં પહોંચ્યા હતા, આ સ્પર્ધામાં દિગવાસા ગોહિલ સિંગે ગુજરાતની લોકસંસ્કૃતિ ને ઉજાગર કરતા વસ્ત્રો જેમકે ચણિયાચોળી અને સાડી પહેરી ને ભાગ લીધો હતો જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. ગીત સંગીત અને નૃત્ય ના રાઉન્ડમાં તેમણે ગુજરાત ના પ્રખ્યાત ડાકલા નૃત્ય રજૂ કર્યું હતું. દિગવાસા ગોહિલ સિંગ ભાવનગરના હિલડ્રાઇવ વિસ્તારમાં પોતાની ૩ વર્ષની નાની દીકરી અને પતિ સાથે રહે છે અને ભવિષ્યમાં પણ ફેશન અને મોડલિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. દિગવાસા ગોહિલ સિંગ મૂળ ભાવનગર ના રહેવાસી છે અને તેમના પતિ ભારતીય નેવીના પૂર્વ ઓફિસર અને હાલમાં એલ.આઈ.સી.માં કાર્ય કરી રહ્યા છે. દિગવાસા ગોહિલ સિંગની એક નાની દીકરી છે ત્યારે ઘરની અને માતા પિતાની જવાબદારી પણ ખૂબ કુશળતાથી નિભાવતા સાથે આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લઈને આ ટાઇટલ મેળવ્યા તે માટે પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી રહી છે.

Previous articleબાંદ્રા-ભાવનગર ટ્રેન લાલ સિગ્નલ તોડી પસાર થઈ, યાત્રિકોના માથેથી ઘાત ટળી
Next articleઅભિનેત્રી ઈશા ગુપ્તા રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી