અભિનેત્રી ઈશા ગુપ્તા રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી

12

મુંબઈ,તા.૮
બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાની કેટલીક લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધમાકો મચાવ્યો છે. આ ફોટોમાં ઈશા ખુબ બોલ્ડ અને સિજલિંગ અંદાજમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ રિવીલિંગ ટોપ પહેરીને ખુબ બોલ્ડ પોઝ આપ્યા છે જેને જોઈને તેના ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કોમેન્ટ સેક્શનમાં અનેત લોકો ઈશા ગુપ્તાની પ્રશંસા કરી રહ્યાં છે. પરંતુ કેટલાક લોકોએ ઈશા ગુપ્તા દ્વારા આ પ્રકારના પોઝ આપવા માટે ટ્રોલ પણ કરી છે. ઈશાના આ ફોટોમાં તેનું સુંદર ટેટૂ પણ જોવા મળી રહ્યું છે. લુકની વાત કરીએ તો ઈશાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને હોઠ પર લિપસ્ટિક લગાવી છે. કાનમાં ઈશા ગુપ્તાએ ડિઝાઇનર ઇયર રિંગ્સ પહેરી છે અને ચહેરા પર લાઇટ મેકઅપ કર્યો છે. આ તસવીરોને ઈશા ગુપ્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. થોડા સમયમાં તેના પર લાકો લાઇક્સ આવી છે. ટીવી અભિનેત્રી મોનાલિસા સહિત તમામ સેલિબ્રિટીઓએ આ તસવીરને લાઇક કરી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી ઈશા સિલ્વર સ્ક્રીનથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે સતત પોતાના ફેન્સ સાથે ટચમાં રહે છે. છેલ્લે તે ટોટલ ધમાલ અને વન ડેમાં જોવા મળી હતી. વર્ષ ૨૦૨૦માં તેની કોઈ ફિલ્મ આવી નથી. હવે તે જલદી ’દેસી મેજિક’ અને ’હેરા ફેરી ૩’માં કામ કરતી જોવા મળશે.