ફ્રેન્ડશીપના નામે છેતરતું કોલ સેન્ટર ૭ યુવતીઓ સહિત ૨૦ની ધરપકડ

1071

સુરતના અમરોલીના ગૌતમ જોષી કે જેઓ રત્નકલાકાર છે, તેઓને એક યુવતીઓને ફોન આવ્યો હતો. અને ફ્રેન્ડશીપ ક્લબમાંથી બોલું છું તેમ કહી કહી મીઠી મીઠી વાતો શરૂ કરી હતી. યુવતીએ મીઠી વાતોમાં ફોસલાવી ગૌતમને ફ્રેન્ડશીપ ક્લબમાં રજીસ્ટ્રેશન માટે ૧૯૦૦ રૂપિયાની માગ કરી હતી. જે પૈસા ગૌતમે ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા.

રજીસ્ટ્રેશન બાદ યુવતીઓ ગૌતમને ક્લબની મેમ્બરશીપ લેવા માટે ૨૧ હજાર રૂપિયાની માગ કરી હતી. અને તેમાં રૂબરૂ યુવતી આવીને વાત કરશે તેવી લાલચ આપી હતી. આ વાતોમાં આવીને ગૌતમે પવન નામના એકાઉન્ટમાં ૨૧ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બસ પછી તો મીટિંગ માટે હોટેલના રૂમ બૂકિંગ કરાવવા માટે પણ યુવતીએ પૈસા માગ્યા હતા.

મીઠી વાતો અને મીઠી સપનાં દેખાડી યુવતીએ ગૌતમનું કરી નાખ્યું હતું. અને તેની પાસેથી અંદાજે ૬ લાખ જેટલી રકમ પડાવી હતી. પોતે છેતરાયા હોવાના ખ્યાલ આવતાં જ પોલીસે આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. જે આધારે પોલીસે વેસુ વિસ્તારમાં કોલ સેન્ટર ચલાવતી ૭ યુવતીઓ સહિત ૨૦ લોકોની ધરપકડ કરી હતી. અને લેપટોપ, મોબાઈલ અને કોમ્પ્યુટર સહિતની સામગ્રી કબ્જે કરી હતી. જેમાંથી પોલીસને ૧૫ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા.

Previous articleપરિવાર ચા પીતો હતો અને મકાન ધરાશાયી, ૧નું મોત, ૪ ઘાયલ
Next articleવિધાનસભા ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીના ૧૫૧મા જન્મદિવસે પુષ્પાંજલિ  અપાશે