ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી લોકોની ઓળખ થશે : યોગી

464

દેશના અલગ અલગ રાજ્યોમાં નેશનલ રજિસ્ટ્રર ઓફર સિટીઝન (એનઆરસી) લાગૂ કરવાની હિલચાલ વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી સરકારે એક મોટો નિર્ણય કર્યો હતો. સરકારે પ્રદેશમાં ગેરકાયદેરીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો અને રોહિગ્યાની ઓળખ કરીને તેમની સામે પગલા લેવાની વાત કરી છે. સાથે સાથે ગેરકાયદેરીતે અહીની સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવીને રહેતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદેરીતે રહેતા લોકો સામે કઠોર પગલા લેવામાં આવનાર છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક કચેરી તરફથી પ્રદેશના તમામ એડીજી ઝોન, આઈજી, ડીઆઈજી અને એનએસપીને આ સંદર્ભમાં એક પત્ર જારી કરીને સૂચના આપવામાં આવી ચુકી છે. આ પત્રમાં સરકાર તરફથી અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, પોતાના વિસ્તારમાં આવી વસ્તીઓની ઓળખ કરવામાં આવે જ્યાં બાંગ્લાદેશી અને અન્ય નાગરિકો ગેરકાયદેરીતે રહે છે. આ ઉપરાંત ગેરકાયદેરીતે રહેતા તમામ લોકોના દસ્તાવેજો અને ફિંગરપ્રિન્ટની ડિટેઇલ પણ લેવા માટે કહેવામાં આવ્યું છે.

આવનાર સમયમાં સરકાર એવા લોકોની સ્ઓળખ કરનાર છે જે પ્રદેશના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને અન્ય સરકારી જમીન ઉપર વસતી બનાવીને ગેરકાયદેરીતે રહે છે. આ સંદર્ભમાં ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક ઓમપ્રકાશ સિંહે કહ્યું છે કે, સરકાર અહીં ગેરકાયદેરીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોના દસ્તાવેજોની તપાસ કરી રહી છે. ડીજીપીએ આ મામલામાં સ્પષ્ટીકરણ આપીને કહેવામાં આવ્યું છે કે, સરકારે જે કાર્યવાહી શરૂ કરી છે તેની અસર ઉત્તરપ્રદેશમાં એનઆરસી લાગૂ થતાં પહેલા કરી દેવામાં આવી છે. ઓમપ્રકાશે કહ્યું હતું કે, હાલમાં માત્ર બાંગ્લાદેશી અને રોહિગ્યા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. જે અહીં ગેરકાયદેરીતે રહે છે. ડીજીપીએ કહ્યું હતું કે, પોલીસ આવનાર સમયમાં એવા લોકોના દસ્તાવેજોમાં તપાસ કરશે જે બનાવટી દેખાયા છે.

Previous articleહની ટ્રેપ સેક્સ કેસમાં પાંચ આરોપી આખરે જેલ ભેગા
Next articleહિન્દુ શરણાર્થીને ભારતીય નાગરિકતા આપવાની ખાતરી : શાહ