ફાયર સેફ્ટીના અભાવે બે ટેક્સટાઈલ માર્કેટને સીલ કરાઈ

411

ફાયર સેફ્ટીના અભાવના કારણે બે ટેક્સટાઈલ માર્કેટને સીલ મારવામાં આવ્યું છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને ફાયર સેફ્ટી ઉભી કરવા માટે નોટીસ આપવામાં આવી હતી. ફાયર સેફ્ટીના અભાવના કારણે ફાયર વિભાગ દ્વારા ટેક્સટાઈલ માર્કેટની રાઠી પેલેસ અને રૂપમ સાડી શોપિંગની દુકાનોને સીલ કરવામાં આવી છે. રાઠી પેલેસની ૪૮ જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, તક્ષશિલા અગ્નિકાંડ બાદ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જુલાઈ માસમાં નોટીસ આપવામાં આવી હતી અને ફાયર સુવિધા ઉભી કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, ફાયર સુવિધા ઉભી ન કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Previous articleપાલિકાના વીસ હજારથી વધુ કર્મચારીઓને રૂ.૭૦ કરોડનો પગાર દિવાળી પહેલા ચૂકવાશે
Next articleપરિવારના સભ્ય સમા શ્વાનનું અવસાન થતાં અંતિમવિધિ કરીને બેસણું રાખ્યું