FPI દ્વારા ત્રણ સેશનમાં જ ૩૯૨૪ કરોડ પાછા ખેંચાયા

307

વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર મહિનાના માત્ર ત્રણ કારોબારી સત્ર દરમિયાન જ ૩૦૦૦ કરોડની આસપાસની રકમ પાછી ખેંચી લીધી છે. વૈશ્વિક મંદીની દહેશત અને ટ્રેડ વોરને લઇને લઇને પ્રવર્તી રહેલી સ્થિતી વચ્ચે આ નાણાં પાછા ખેંચી લેવામાં આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાં ૭૮૫૦ કરોડથી વધારે રૂપિયાનુ રોકાણ કર્યુ હતુ. આરબીઆઇ દ્વારા હાલમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ પણ શેરબજારમાં કોઇ ખાસ અસર તેની રહી નથી. મુડી માર્કેટ રેગ્યુલેટર દ્વારા લેવામાં આવેલા પગલાની અસર પણ દેખાઇ રહી નથી. નવેસરના આંકડા દર્શાવે છે કે વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાંથી ૨૯૪૭ કરોડની રકમ પાછી ખેંચી લીધી છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી૯૭૭ કરોડની રકમ પાછી ખેંચી લેવામાં  આવી છે. આની સાથે જ પહેલી ઓક્ટોબરથી ચોથી ઓક્ટોબર વચ્ચેના ગાળામાં કુલ ૩૯૨૪ કરોડની રકમ પાછી ખેંચી લેવામાં આવી છે. કેન્દ્ર સરકારે  હાલમાં કોર્પોરેટ ટેક્સમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યા બાદ  પણ શેરબજારમાં પ્રવાહી સ્થિતી જોવા મળી રહી છે.  સરકારે એવી જાહેરાત પણ કરી હતી કે વધારી દેવામાં આવેલા ટેક્સ સરચાર્જને પણ કેપિટલ ગેઇન પર લાગુ કરવામાં આવનાર નથી. આના કારણે વિદેશી રોકાણકારોએ મોટી રાહત મળી ગઇ હતી. સાથે સાથે માર્કેટ રેગ્યુલેટર સેબીએ એફપીઆઇ માટે કેવાયસી ધારાધોરણને વધારે સરળ બનાવી દીધા હતા. કેન્દ્ર સરકારે હાલમાં કોર્પોરેટ ટેક્સ રેટમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે વધારવામાં આવેલા ટેક્સ સરચાર્જને એફપીઆઈના હાથે ડેરિવેટિવ્સ સહિત કોઇપણ સિક્યુરિટીના વેચાણથી ઉભી થનારા માર્કેટ મૂડી લાભ પર લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રીની આ જાહેરાત બાદ શેરબજારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. આ પહેલા એફપીઆઈએ ઓગસ્ટ મહિનામાં ૫૯૨૦.૦૨ કરોડ પાછા ખેંચી લીધા હતા. મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનામાં ૨૯૮૫.૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા.

 

Previous articleશેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવા માટેની વકી : વેપારીઓ સાવધાન
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં ઘટાડો થયો